• બુધવાર, 27 મે, 2026

નેત્રમ સીસી કેમેરાના આધારે ભુજની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

ગાંધીધામ, તા. 26 : ભુજના નાગર ચકલા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે બે આરોપીને દબોચી લઈને  ચોરાઉ મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ  શહેરના નાગર ચકલા વિસ્તારમાં  દિનદહાડે અડધા કલાકના સમયમાં ચોરીના આ બનાવને અંજામ અપાયો હતો. સિલાઈ મશીનની  દુકાનનું સેક્શનનું લોક તોડીને અંદર પ્રવેશેલા તસ્કરોએ  1.50 લાખની રોકડ રકમની ચોરી કરી હતી. સિલાઈ મશીનના વેચાણની રકમ ખાનામાં રાખી દુકાન માલિક બહાર ગયા હતા અને તસ્કરો કળા કરી ગયા હતા.આ મામલે પોલીસે ખાનગી સીસી કેમેરા, નેત્રમ કમાન્ડ કંટ્રોલના સીસી કેમેરા અને હ્યુમન  સોર્સના આધારે સઘન તપાસ આદરી હતી. પોલીસે આરોપીઓ ઓસમાગની ઉમર ગગડા અને આસિફ ઈબ્રાહીમ અબડાને દબોચી લીધા હતા. આરોપીઓના કબજામાંથી  એક્ટિવા, રોકડા રૂા. 5700  કબજે કરાયા હતા. ચોરાઉ રકમ  અંગે પૂછપરછ હાથ ધરાઈ છે. 

Panchang

dd