ગાંધીધામ, તા. 26 : શહેરના ચાવલા ચોકમાં દુકાન
ભાડે લઇ તેમજ મોબાઇલની એસેસરીઝ લઇ અને બાદમાં ભાડું કે સામાનના રૂપિયા ન આપતાં શખ્સ
સામે રૂા. 22,70,434ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ
હતી. શહેરના એસ.ડી.એક્સ. નોર્થ વિસ્તારમાં રહેનાર શંકરા ગણેશ પટેલ નામનો યુવાન અહીં
મોબાઇલ લે-વેચની દુકાન ચલાવે છે. અહીં અગાઉ આરોપી એવો શેરસિંહ રણછોડસિંહ પાયલ ટેલિકોમ
નામની દુકાન ચલાવતો હતો. કોરોના સમયમાં તેણે દુકાન બંધ કરી નાખી હતી. બાદમાં તે ફરિયાદી
પાસે આવી પરિસ્થિતિ ખરાબ હોવાનું કહી મોબાઇલ સ્પેરપાર્ટ, એસેસરીઝનો ધંધો ચાલુ કરવો
હોવાનું કહ્યું હતું. ફરિયાદીએ પોતાની દુકાન પાછળનો ભાગ તેને ભાડે આપ્યો હતો અને દુકાનમાં
રહેલ સરસામાન રૂા. 27,40,434માં આપવાનું નક્કી કર્યું હતું. બાદમાં આરોપીએ સોદા પેટે રૂા. પાંચ લાખ આ ફરિયાદીને
આપ્યા હતા તથા બાકીના તા. 1/5/2026ના આપવાનો હતો, જે અંગે ધારાશાત્રી પાસેથી લખાણ પણ કરાયું હતું. દુકાનના ભાડાના
તથા બાકી નીકળતા રૂપિયાની વ્યવસ્થા કરવા ગામડે જાઉં છું તેમ કહી આ શખ્સ ગામડે ચાલ્યો
ગયો હતો. બાદમાં ફરિયાદીએ ફોન કરતાં ફોન ઉપાડતો ન હતો તેમજ હવે ફોન કર્યો તો જાનથી
મારી નાખવાની ધમકી આપી મોબાઇલ બંધ કરી નાખ્યો હતો. પોલીસે રૂા. 22,70,434ની છેતરપિંડી, વિશ્વાસઘાત
અંગે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.