• બુધવાર, 27 મે, 2026

અંજારમાં લાખોની ચોરી છતાં ગુનો ન નોંધાયાનો આક્ષેપ

અંજાર, તા. 26 : અંજાર-ઝરૂ માર્ગ પર દબડા વાડી વિસ્તારમાં એક મકાનમાંથી લાખોની ચોરી થઇ હોવા છતાં પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે. અંજારમાં ઘરફોડ ચોરી, વાયર ચોરી સહિતના બનાવો વધ્યા છે. હાલમાં અંજાર-ઝરૂ માર્ગ પર દબડા વાડી વિસ્તારમાં તા. 22/5ના વિશાલ ધરમશી હડિયાના મકાનમાંથી તસ્કરોએ આશરે 9 તોલા સોનુ, 70 હજાર રોકડા થઇને લાખોનો હાથ માર્યો હતો. જે અનુસંધાને પીડિત પરિવારે પોલીસને સી.સી.ટી.વી. ફૂટેજ પણ આપ્યા છે તથા સત્તાવાર ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હોવા છતાં ફરિયાદ કરવામાં રીતસર નનૈયો કરવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપ કરાયા હતા. પોલીસ માત્ર જાણવાજોગ નોંધીને પરત મોકલી દેતી હોવાના આક્ષેપ કરાયા હતા. 

Panchang

dd