ગાંધીધામ, તા. 24 : અહીંના ગળપાદર ગામમાં તળાવની
પાળે જુગાર રમતા પાંચ ખેલીને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 10,700 જપ્ત કર્યા હતા. ગળપાદર ગામમાં
આવેલા તળાવની પાળ ઉપર આજે બપોરે
અમુક શખ્સો ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. દરમ્યાન અચાનક પોલીસ ત્રાટકી
હતી અને અહીંથી વિજય સુરેશ પટેલ, મહિપતસિંહ
પીરુભા વાઘેલા, કનૈયાલાલ
નરભેરામ રાઠોડ, નવીન
ભારૂ મરંડ તથા શૈલેષ સામત લાપડિયા (રહે. તમામ ગળપાદર) નામના શખ્સોને ઝડપી પાડવામાં
આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી ગંજીપાના તથા રોકડ રૂા. 10,700 હસ્તગત કરવામાં આવ્યા હતા.