ગાંધીધામ, તા. 24 : કિડાણાના બે શખ્સને થોડા દિવસ
અગાઉ તડીપાર કરાયા બાદ પરત અહીં આવી પહોંચતાં બંનેને પકડી પાડી પોલીસે ગુનો દાખલ કર્યો
હતો. કિડાણામાં રહેનાર સુલ્તાન ગની છુછિયાને તા. 10/4ના તથા દાઉદ ઉર્ફે દાવલો ઇબ્રાહીમ કટિયાને તા. 21/4ના કચ્છ તથા તેને અડીને આવેલા
જિલ્લાઓમાંથી બે માસ માટે તડીપાર કરાયા હતા, તેમ છતાં આ બંને શખ્સ કિડાણામાં નજરે પડયા હતા. સુલ્તાનને પીરની દરગાહ પાસેથી
તથા દાઉદને 100 વારના પ્લોટ
પાસેથી પકડી પાડી પોલીસે આ બંને શખ્સ સામે અલાયદા ગુના નોંધ્યા હતા.