ગાંધીધામ, તા. 24 : રાપર પોલીસ મથકના બે વર્ષ પહેલાંના
પોષડેડા પ્રકરણમાં પકડાયેલા આરોપીએ ચાર્જશીટ બાદ જામીન પર છૂટવા અરજી કરતાં ન્યાયાલયએ
આ અરજી ફગાવી દીધી હતી. રાપર પોલીસ મથકે વર્ષ 2024માં આ બનાવ અંગે ગુનો દાખલ થયો હતો, જેમાં ખાંડેકના મનજી રવજી ગોહીલ, ફતેહગઢના શેરસિંહ ઉર્ફે શિવસિંહ પઢિયાર (રાજપૂત), પ્રાગપરના
લાલજી કરમશી રાવરિયા (પટેલ), કૈલાશદાન પીરદાન રાવ (બારોટ),
દેવીલાલ નામના શખ્સો સામે ગુનો દાખલ થયો હતો તેમજ અમુકની તપાસ દરમ્યાન
નામ બહાર આવ્યાં હતાં. જે-તે વખતે પોલીસે મનજી ગોહીલને રૂા. 1,20,465ના પોષડેડાના જથ્થા સાથે પકડી
પાડયો હતો. બાદમાં તપાસ દરમ્યાન સહઆરોપી શિવસિંહ મહાદાનસિંહ પઢિયારની અટક કરવામાં આવી
હતી. આ કેસમાં ગાંધીધામની અધિક સેશન્સ જજની કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઇ ગયા બાદ આરોપી
શિવસિંહએ જામીન ઉપર મુકત થવા અરજી કરી હતી, જેમાં ન્યાયાધીશ એલ.ડી. વાઘએ બંને પક્ષોની દલીલો સાંભળી સરકારી વકીલની દલીલો
ગ્રાહ્ય રાખી આ આરોપીના જામીન નામંજૂર કર્યા હતા. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ કુમારી હિતેશી પી. ગઢવી હાજર રહ્યા હતા.