• બુધવાર, 19 નવેમ્બર, 2025

ચાંદ્રાણીમાં ચાર વાડીમાંથી 26 હજારના વાયરની ચોરી

ગાંધીધામ, તા. 18 : અંજારના ચાંદ્રાણી ગામની સીમમાં આવેલી ચાર વાડીઓમાંથી નિશાચરોએ રૂા. 26,550ના 107 મીટર વાયરની તફડંચી કરી હતી. ચાંદ્રાણીના આહીરવાસમાં રહેતા ફરિયાદી હરિલાલ મેમા હુંબલ (આહીર) ગત તા. 14/11ના પોતાની વાડીએ જઈ મોટર ચાલુ કરતાં મોટર ચાલુ થઈ નહીં. તપાસ કરતાં ચાર એમ.એમ.ના 30 મીટર વાયરની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું તેમજ તે જ રાત્રે સંદીપ કાનજી હુંબલની વાડીમાંથી 10 એમ.એમ.ના 35 મીટર, હરિલાલ સામજી હુંબલની વાડીમાંથી 10 એમ.એમ.ના 17 મીટર તથા અયુબ ઉમર કુંભારની વાડીમાંથી પણ 8 એમ.એમ.નો 25 મીટર વાયર ચોરાઈ ગયો હોવાનું બહાર આવ્યું હતું. એક જ રાત દરમ્યાન નિશાચરોએ આ ચાર વાડીઓમાંથી રૂા. 26,550ના 107 મીટર વાયરની ચોરી કરી હતી. દુધઈ પોલીસે જે અંગે આજે બપોરે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd