• રવિવાર, 29 જૂન, 2025

સુરતથી ગોધરા આવેલો બંગાળી શખ્સ ગાંજા સાથે રંગેહાથ ઝડપાયો

ભુજ, તા. 28 : તાજેતરમાં જ ખાવડા બાજુ લુડિયા ધોરીમાર્ગે કારની ડિકીમાં શરાબ ભરી વેચવા નીકળતા શખ્સનો સ્થાનિકોએ વીડિયો ઉતારી વાયરલ કરતા પોલીસે તેને ઝડપી લીધો હતો. તેવો જ ગઈકાલે પણ માંડવીના ગોધરામાં ગાંજો વેચતા શખ્સનો વીડિયો યુ-ટયુબ પર વાયરલ થતાં માંડવી પોલીસે સુરતથી ગોધરા આવેલા મૂળ પશ્ચિમ બંગાળના શખ્સને માદક પદાર્થ ગાંજા સાથે ઝડપી પાડયો હતો. આ અંગે માંડવી પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ ગઈકાલ તા.  27/6ના યુ-ટયુબ ઉપર વિર ન્યુઝ લાઈવ દ્વારા વીડિયો વાયરલ થયો હતો, જેમાં માંડવીના ગોધરામાં ગાંજાનો વેચાણ કરતો શખ્સ દેખાતા આ અંગે માંડવી પોલીસે ગોધરા જઈ તપાસ કરતા વીડિયોમાં દેખાતા ઈસમને ગોધરાની જૂની જૈન કન્યા છાત્રાલય ખાતેથી ઝડપી પાડયો હતો. મૂળ પશ્ચિમ બંગાળના તમલિક જિલ્લાનો હાલ સુરત રહેતો 57 વર્ષીય તપન મહીતોશ ચક્રવતીને માદક પદાર્થ ગાંજો 55.65 ગ્રામ કિ. રૂા. 556 અને એક મોબાઈલ કિ. રૂા. 5000 તેમજ એક સુરતથી ભુજની રેલવે ટિકિટ સાથે માંડવી પોલીસે ઝડપી આ ગાંજો ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે અંગે પૂછપરછ કરતાં તપને જણાવ્યું કે, 25-6ના સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા એક રોડની બાજુમાંથી અજાણ્યા ઇસમ પાસેથી લીધાનું જણાવ્યું હતું. પોલીસે તપન અને અજાણ્યા ઇસમ વિરુદ્ધ એનડીપીએસ એકટ તળે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. - ગાંધીધામ પોલીસે ગાંજાના ગુનાના ભાગેડુને દબોચ્યો : ગાંધીધામ, તા. 28 : અહીંના બી ડિવિઝન પોલીસે માદક પદાર્થ ગાંજાના ગુનામાં સામેલ ભાગેડુ  આરોપીને પકડી પાડયો હતો.શહેરના કાર્ગો પી.એસ.એલ. વિસ્તારમાંથી પોલીસે રૂા.10.800 કિંમતનો  1.80 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ગત તા.25/4/2024નાપકડી પાડયો હતો. આ પ્રકરણમાં છેલ્લાં એક વર્ષથી નાસતા ફરતા આરોપી સૂરજ સિકંદર પાસવાનને પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે  બિહારથી પકડયો  હતો. 

Panchang

dd