• રવિવાર, 29 જૂન, 2025

ગાંધીધામ-અંતરજાળમાં જુગાર રમતા સાત ખેલી પકડાયા

ગાંધીધામ, તા. 28 : ગાંધીધામના કાર્ગો એકતા નગર ગલીમાં અને અંતરજાળમાં પીપળી પાસે ખુલ્લામાં ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમતા સાત આરોપીને પોલીસે પકડી પાડયા હતા. તેમની પાસેથી 22700ની રોકડ કબજે કરી હતી. ગાંધીધામના કાર્ગો એકતા નગર ગલીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ પાડીને જયંતી ભીખાભાઈ ચૌહાણ, લાલુ હીરાભાઈ ચૌહાણ, અને સોમા માદેવભાઈ પરમારને રોકડા રૂપિયા 10200 સાથે પકડી પાડવામાં આવ્યા હતા તેમની સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ કરી છે. બીજા બનાવમાં આદિપુર પોલીસે જણાવ્યું હતું કે, પેટ્રાલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે અંતરજાળમાં પીપળી પાસે ગંજીપાનાનો જુગાર રમતા  પ્રેમજી રણછોડભાઈ પ્રજાપતિ, કિશોર પોપટભાઈ માલી (રહે. બંને આદિપુર), દેવદાન રામજીભાઈ આહીર, દીપક ગાવિંદભાઈ મકવાણા (રહે.બંને અંતરજાળ)ને રોકડા રૂપિયા 12500 સાથે પકડી પાડવામાં આવ્યા હતા. 

Panchang

dd