• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

સુથરી : ખોટી સહાય અપાવવા સરપંચના પિતા પર હુમલો

ભુજ, તા. 5 : ભારે વરસાદને પગલે થયેલી નુકસાનીના વળતર અર્થે સર્વે શરૂ થયો છે ત્યારે લેભાગુ તત્ત્વોએ માથું ઊંચક્યું છે. ખોટી સહાય અપાવવાને લઇ અબડાસાના સુથરી ગામે સરપંચના પિતા ઉપર હુમલો થતાં ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે આજે કોઠારા પોલીસ મથકે સુથરીના અબ્દુલા ઉર્ફે મિયાભાઇ અબ્દુલશકુર મંધરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 3/9ના સવારે સુથરીના બસ સ્ટેશન પાસે સંબંધે ફરિયાદીનો ભત્રીજો એવો આરોપી અબ્દુલશકુર અબ્દુલકલામ મંધરા તેની પાસે આવ્યો હતો અને કહ્યું કે, તારા દીકરા અબ્દુલરહીમ સરપંચને કહી દેજે વરસાદ-વાવાઝોડાંના લીધે મારા ઘર પાસે ઇલેક્ટ્રિક વાયર તૂટી ગયો છે તે દૂર કરાવી દે અને મારી બે ભેંસો મરી ગઇ છે તેનો સર્વે કરાવી સહાય અપાવે... આથી ફરિયાદીએ કહ્યું કે, તારી પાસે ક્યાં ભેંસો છે ? ખોટી સહાય માટે ભલામણ કરે છે... આથી આરોપીએ ઉશ્કેરાઇ ફરિયાદી પર હુમલો કરી લાકડીથી માર માર્યો હતો. અન્યોએ બચાવ કર્યો હતો. આરોપીએ શર્ટ ઊંચો કરી ભેટમાંની છરી બતાવી કહ્યું કે, બીજીવાર મને ના પાડી તો જાનથી હાથ ધોવા પડશે. કોઠારા પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang