• સોમવાર, 22 જુલાઈ, 2024

વડાલા પાસે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા એ હતભાગી આદિપુર અને કિડાણાના

ભુજ, તા. 10 : મુંદરા તાલુકાના વડાલા પાંજરાપાળ પાસે શુક્રવારે મોડી રાત્રે બે કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં મૂળ સરવા (જિ. બોટાદ)ના અને છેલ્લા બારેક વર્ષથી આદિપુર નગરપાલિકામાં સુપરવાઈઝર તરીકે કામ કરતા તથા મુંદરા નગરપાલિકાનું કામ કરતા રવિગિરિ ધીરુગિરિ ગોસ્વામી (ઉ.વ. 29, રહે. આદિપુર) અને મયૂરભાઈ ચંદુભાઈ સોલંકી (ઉ.વ. 26, રહે કિડાણા, તા. ગાંધીધામ)નું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું. બંને આશાસ્પદ યુવાનનાં મોતથી પરિવારમાં શોક ફેલાયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, મૃતક રવિગિરિના ભાઈ જયપાલગિરિએ લખાવેલી ફરિયાદમાં જણાવાયા અનુસાર વડાલા પાંજરાપોળની આંટી પાસે ગઈકાલે રાત્રિના અરસામાં બનેલા બનાવમાં વડાલા બાજુથી આવતા જીજે 12 ઈઈ 2931વાળા ક્રેટા કારના ચાલકે બેદરકારીપૂર્વક કાર ચલાવી સામેથી જીજે 14 એએ 0066વાળી અલ્ટો કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં હતભાગી રવિ અને મયૂરને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને 108 મારફતે મુંદરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં સારવાર મળે તે પહેલાં બંને યુવકે આંખો મીંચી લીધી હતી, જ્યારે અન્ય કારમાં સવાર ચાલક સહિતનાને ઈજાઓ પહોંચતાં સારવાર તળે રખાયા હતા. આ મામલે મુંદરા મરીન પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang