ગાંધીધામ, તા. 15 : ભચાઉના લાકડિયા નજીક એક કારમાંથી
રૂા. 39,468ની ચાર મોંઘી બોટલના દારૂ સાથે
મુંબઈગરાની પોલીસે ધરપકડ કરી હતી. લાકડિયા પોલીસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને
લાકડિયા જૂના કટારિયા ચાર રસ્તા પાસે હંગામી ચેક પોસ્ટ ઊભી કરી છે. આજે બપોરે કટારિયા
બાજુથી આવતી કાર નંબર એમએચ-43-બીયુ-7300ને પોલીસે અટકાવી હતી. કારમાં
સવાર મૂળ સાયતાનો તથા હાલમાં વેસ્ટ મુંબઈ રહેનાર હરેશ વેલજી નોર નામનો શખ્સ પોતાના
ઘરે મૂળ વતન જઈ રહ્યો હતો. કારની તપાસ કરાતાં દારૂ નીકળી પડયો હતો. તેના કબજામાંથી
મેડ ઈન સ્કોટલેન્ડની 1000 મિલીની ચાર
બોટલ કિંમત રૂા. 39,468નો દારૂ જપ્ત
કરાયો હતો. તેણે આ દારૂ ક્યાંથી લીધો હતો અને કોને આપવાનો હતો, તે બહાર આવ્યું નથી.