• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

જિલ્લા પંચાયતમાં એક બિનહરીફ, 37 બેઠકમાં સ્પર્ધા

ભુજ, તા. 15 : કચ્છના ગ્રામીણ પ્રશ્નો માટેની જિલ્લાની સંસદ સમાન એવી જિલ્લા પંચાયતના ભવનમાં પ્રવેશ કરવા ચૂંટણીનું રણશિંગું ફૂંકાયું છે ત્યારે ગત પાંચ વરસની તુલનાએ  40ને બદલે બે બેઠક ઘટતાં 38 બેઠક થતાં આ 38 પૈકી આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિને ચીરઇ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચતાં ભાજપને વગર ચૂંટણીએ જિલ્લા પંચાયતની મહત્ત્વની બેઠક ખોળામાં આવી ગઇ છે. જિલ્લા પંચાયતમાં 38 બેઠક પર 109 ફોર્મ માન્ય રહ્યાં હતાં તેમાંથી આજે એક કોંગ્રેસનું મળી કુલ 9 ઉમેદવારી ફોર્મ પરત ખેંચાતાં 37 બેઠક પર 100 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. જિલ્લા પંચાયતનું સીમાંકન ધરમૂળથી બદલી ગયું હોવાથી પાંચ વરસ પહેલાંના એક પણ સભ્ય-પ્રમુખ કે ચેરમેન રહી ચૂક્યા હોય તેવાને ચૂંટણી લડવાની ફરી તક મળી નથી. જિલ્લા પંચાયતની બેઠકો ઉપર મોટાભાગે હવે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે પરંતુ તેની વચ્ચે ક્યાંક આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષના ઉમેદવારો પણ મેદાનમાં છે. કઇ બેઠક ઉપર કોની કોની સ્પર્ધા થવાની છે તે આ મુજબ છે. 

Panchang

dd