• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : પુષ્કર્ણા બ્રાહ્મણ ગં.સ્વ. બાલાબેન (ઉ.વ. 87) તે સ્વ. પ્રાણલાલ ચંદુલાલ હર્ષ (નિવૃત્ત જિ.પં. ડે. એકા.)ના પત્ની, સ્વ. ચંદુલાલ લક્ષ્મીદાસ હર્ષના પુત્રવધૂ, સ્વ. ધનજી ગોવિંદજી કેવડિયાના પુત્રી, સ્વ. સેન્તારાબેન, સ્વ. કાન્તિલાલ, સ્વ. ચંદાબેન, સ્વ. વિમળાબેનના બહેન, જયા દિલીપભાઇ, અરૂણા ખરાશંકર, કિરણા કીર્તિભાઇ, નીતા મહેશભાઇ, દર્શના પરેશભાઇ, સ્વ. ભાવના શૈલેષ, કપિલના માતા, સારિકાબેનના સાસુ, ગં.સ્વ. વિમળાબેન મનસુખલાલ હર્ષના જેઠાણી, દિવાળીબેન પ્રતાપભાઇ, રેણુકાબેન કીર્તિભાઇના ભાભી, જય અને ભાર્ગવીના દાદી તા. 2-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-2-2026ના બુધવારે સાંજે 4થી 5 માતુશ્રી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : નીતાબેન ભટ્ટ (ઉ.વ. 52) તે યોગેશ કિરણભાઇ ભટ્ટ (હવામાન ખાતું)ના પત્ની, યશ, નયનના માતા, સ્વ. રંજનબેન, ગં.સ્વ. શકુંતલતાબેન કિરણભાઇના પુત્રવધૂ, હિનાબેન શૈલેષભાઇ પંડયા (અંજાર), રાજેશ, વિનેષના ભાભી, નિશાબેન, ગીતાબેનના જેઠાણી, ભૂમિ, વિવેક, કાવ્યાના મોટીબા, પ્રિયા વિરલ જોષી, વિરલ, કિશનના મામી, સ્વ. મંજુલાબેન નરશિભાઇ મહેતાના પુત્રી, સ્વ. ચંદ્રિકાબેનના મોટા બહેન, કાશીરામ પરષોત્તમ પંડયા (ચંદિયા)ના ભાણેજ તા. 3-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-2-2026ના ગુરુવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : પરેશ પટ્ટણી તે સુરેશ લક્ષ્મણ પટ્ટણી તથા અમરતબેનના પુત્ર, સુનીલ, રાહુલના ભાઇ, વિનોદ, વિજય, રમેશ, છગનના ભત્રીજા, લક્ષ્મણભાઇના પૌત્ર તા. 1-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-2-2026ના સાંજે 5થી 6 નિવાસસ્થાન રામનગરી, જૂના રેલવે સ્ટેશન પાસે, હનુમાન મંદિર પાસે, ભુજ ખાતે.

ભુજ : સમા અમીન કમાલ (ઉ.વ. 50) તે હસન જીયા, મામદ રહીમના ભાઇ, કાસમ, ઇસ્માઇલના પિતા તા. 2-2-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 4-2-2026 સુધી નિવાસસ્થાન સમા ફળિયા, શાંતિનગર, સરપટ નાકા બહાર, ભુજ ખાતે.

ભુજ : મરીયમબેન કાસમ મણકા (ઉ.વ. 60) તે અનવરના માતા, મામદ ભચુ મણકાના ભાભી, (જોન્ટી) સલીમહુશેન મણકાના કાકી, જાનમામદ કેવરના ભાણેજી તા. 3-2-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 5-2-2026ના સવારે 10થી 11 નિવાસસ્થાન ભીડ નાકા બહાર, ભૂતેશ્વર રોડ, કુંભાર વિસ્તાર, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ ઝરપરા (મુંદરા)ના નીતિનભાઈ કનકલાલ મહેતા (ઉ.વ. 70) (સિલેક્શન સેન્ટર) તે ગં.સ્વ. કિરણાબેન કનકલાલ મહેતાના પુત્ર, ધનલક્ષ્મીબેનના પતિ, ડિમ્પેશ અને પાયલનાં પિતા, અરાવિંદભાઈ, ગીતાબેન રાજુ શાહ, માયાબેન પરેશ વોરાના ભાઈ, સ્વ. અશ્મિબેનના જેઠ, ઉર્વીબેન અને અમિતભાઈના સસરા, સ્વ. સુમતીભાઈ મેહતા, સ્વ. પ્રાણલાલભાઈ મેહતાસ્વ. સૂર્યકાંતભાઈ મેહતા, કીર્તિભાઇ મેહતાના ભત્રીજા, પર્વના દાદા, વિવાન અને નાયરાના નાના, ડ્રીંગલ જલ્પેશ મહેતા, વિનોદના મોટા કાકા, અંકિતા ભવ્ય મોરબિયા અને કલ્પેશ ના મામા, સ્વ. દેવસી રવજી વોરા (ગળપાદર)ના જમાઈ, સ્વ. ઉત્તમચંદ વોરા, સૂર્યકાંત વોરા, અશોકભાઈ વોરા, સ્વ. દમયંતીબેન, ચારુલતાબેનના બનેવી. સ્વ. પ્રદીપભાઈ, સુરેશભાઈના સાઢુ તા. 1-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-2-2026ના સાંજે 4થી 5 પંડિત દિનદયાલ ઉપાધ્યાય ભવન, રાજહંસ સિનેમાની બાજુમાં, ગુરુકુળ, ગાંધીધામ ખાતે.

નખત્રાણા : મૂળ હિગરિયાના ચાવડા ગંગાબા માલાજી (ઉ.વ. 59) તે રાજેન્દ્રસિંહ, વિક્રમસિંહ, મંજુબાના માતા, ઝાલા સંગ્રામજી વેશલજી (ખુડા)ના સાસુ, ચાવડા બુધુભા અને મંગલસિંહના ભાભી, સ્વ. રૂપસંગજી હરિસંગજીના પુત્રી, રતનજી અને જટુભા (મોડકુબા)ના બહેન, ધ્રુવરાજસિંહ અને ઋતુરાજસિંહના દાદી, મિતરાજસિંહના નાની તા. 3-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 7-2-2026 સુધી નિવાસસ્થાને આશુતોષ ધામ-2, પ્લોટ નં. 59/60, બારોઇ રોડ, મુંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : દેવશીભાઇ સોલંકી તે સ્વ. મેઘજી માયા સોલંકી અને લખમાબેનના પુત્ર, સોનબાઇના પતિ, શંકર, ચંદ્રકાન્ત, જીતુ, હંસાબેનના પિતા, શામજીભાઇ મેઘજી, શિવજી મેઘજી, સ્વ. નારાણના ભાઇ, ડાયા હીરા આયડીના ભાણેજ, પેથા સુમાર, અરજણ સુમારના જમાઇ, કાનજી પેથા, રમેશ પેથા, ભીમજી પેથા, વાલજી પેથાના બનેવી તા. 2-2-2026ના અવસાન પામ્યા છે. 

કુકમા (તા. ભુજ) : મૂળ ખેડોઇના ચાતુર્વેદી મચ્છી કઠિયા મોઢ બ્રાહ્મણ કિશોરભાઇ આત્મારામભાઇ ત્રિપાઠી તે જ્યોત્સનાબેનના પતિ, ચેતન ત્રિપાઠી, ભાવેશ ત્રિપાઠીના પિતા, અમિતાબેન, સંગીતા ત્રિપાઠીના સસરા, વિશ્વા, ધ્રુશિવ, શિવાના દાદા તા. 3-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-2-2026ના ગુરુવારે સાંજે 4થી 5 ટાંક સમાજવાડી, મોટો ચોક, કુકમા ખાતે.

કુરન (તા. ભુજ) : સોઢા મયુરસિહ જાલુભા (ઉ.વ. 20) સ્વ. જાલુભા અજૂભાના પુત્ર, સ્વ. સોઢા અજુભા વેલાજી  અને સોઢા બુધાજી જુજાજી પૌત્ર, સુરતાજી બુધાજી, બળવંતસિહ  બુધાજી, સુરતાજી અજુભા, ઉમેદાસિંહ અજુભાના ભત્રીજા, કુલદીપાસિંહ રાણાજી, વિપુલાસિંહ રાણાજી, ઉમેદાસિંહ રાણાજી, જાલુભા રાણાજી, હાર્દિકાસિંહ સુરતાજી, સાવજાસિંહ સુરતાજી, જયરાજાસિંહ બળવંતાસિંહ, દીપરાજાસિંહ બળવંતાસિંહ  જયેન્દ્રાસિંહ જાલુભા, મહેન્દ્રાસિંહ જાલુભા,લક્કિરાજાસિંહ ઉમેદાસિંહના ભાઈ તા. 31-1-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 8-2-2026ના રવિવારે સાંજે આગરી અને તા. 9-2-2026 સોમવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાને કુરન (તા. ભુજ) ખાતે.

કોટડા-ચ. (તા. ભુજ) : મૂળ સણોસરાના રબારી કારા લખમીર (ઉ.વ. 80) તે જિવણીબેનના પતિ, રામાભાઇ, સુરાભાઈ, દેવીબેન, હસુબેનના પિતા, સ્વ. કાના વેલા રબારી (ગંગોણ)ના જમાઈ તા. 2-2-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 12-2-2026ના ગુરૂવારે, બારસ તા. 13-2-2026ના શુક્રવારે.

કાઠડા (તા. માંડવી) : ગં.સ્વ. રંજનાબેન વીરેન્દ્ર કાનાણી (ગઢવી) (ઉ.વ. 68) તે સ્વ. વીરેન્દ્ર લાખુભાઈ કાનાણીના પત્ની, પ્રકાશ, દ્રુપદ, ભાલેશ, પ્રદીપ, વિનીતા શિવરાજ વિંઝાણીના માતા, સ્વ. રાજેન્દ્ર, પ્રવીણ, અનિલ, નરશી, રાજેશ, માલતી રામ કારીયા, સ્વ. દમયંતી રતન વિંઝાણી, ભારતી હરિ વડળ, લક્ષ્મી રતન વડળના ભાભી, સ્વ. લક્ષ્મણ રામ શેડા (મૂળ કાઠડા હાલે માધાપર)ના પુત્રી, સ્વ. મૂળજી, સ્વ. ગોપાલ, સ્વ. રામ, સ્વ. ધનબાઇ મેગરાજ મુંધુંડા, અરજણ, કરસનના બહેન તા. 3-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 4, 5, 6 (ત્રણ દિવસ) નિવાસસ્થાન ઉગમણી વાડી, કાઠડા ખાતે.

મોટા આસંબિયા (તા. માંડવી) : કુંભાર આધમ હુશેન (ઉ.વ. 55) તે હાજી, હારુન, મુસ્તાક, દાઉદના ભાઇ, શરીફ, સાજીદના પિતા અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-2-2026ના ગુરુવારે સવારે 10થી 11 મોટા આસંબિયા જમાતખાના ખાતે.

અંજાર : મૂળ રામવાવના સોની પ્રભુલાલ જુઠાલાલ કોરડિયા (ઉ.વ. 75) તે સ્વ. રમીલાબેનના પતિ, સ્વ. કેશવલાલ, સ્વ. રવિલાલ, જયસુખલાલ, સ્વ. ભરતભાઈ, મહેન્દ્રભાઈ, શાંતાબેન વિઠ્ઠલજી પાટડિયા (લાકડિયા), સ્વ. નર્મદાબેન મોહનલાલ મોરવાડિયા (રાપર), ઇન્દુબેન અમૃતલાલ પાટડિયા (ભચાઉ), જ્યોત્સનાબેન મનસુખલાલ સદાણી (ગાગોદર)ના ભાઈ, સ્વ. ઉષાબેન કાંતિલાલ કલાડિયા (નારણપર), રોહિતભાઈ, હિનાબેન હિતેષકુમાર પાટડિયા (સૂરજપર), હર્ષદભાઈના પિતા, સ્વ. જ્યોત્સનાબેન, જયશ્રીબેન, વૈશાલીબેનના સસરા, ડિમ્પલબેન દિવ્યાંગકુમાર પાટડિયા, સ્નેહાબેન ઋત્વિકકુમાર કલાડિયા, મંથન, જેન્સી, આરાધ્યા, પ્રિયલ, શિવાંશના દાદા, ઋત્વિક, અવની, સિદ્ધાર્થના નાના, ઓતમચંદ ભાઈચંદ મોરવાડિયા (રાપર)ના જમાઈ તા. 2-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-2-2026ના ગુરુવારે સાંજે 4થી 5 વાગડ વીશા શ્રીમાળી સોની સમાજવાડી, અંજાર ખાતે.

ભારાપર (તા. ભુજ) : જાગોરા ઓસમાણ રમજાન (ઉ.વ. 58) તે ઇકબાલ, સિકંદરના પિતા, કાસમ, હસણ, ઇભરામ, સુલેમાન (કોટડા-જ.)ના ભાઇ, મ. મહેમૂદ સમા (ભારાપર)ના જમાઇ તા. 2-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-2-2026ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન કુંભાર જમાતખાના, ભારાપર ખાતે.

મેઘપર-કુંભારડી (તા. અંજાર) : મૂળ મુંદરાના શામજીભાઈ મતિયા (નિવૃત્ત દૂરદર્શન-ભુજ) તે સ્વ. નાનબાઈ લક્ષ્મણભાઈ મતિયાના પુત્ર, સ્વ. શંકરભાઈ, સ્વ. સોનબાઈ, સ્વ. કેસરબાઈ, સ્વ. કાનબાઈ, સ્વ. ધનબાઈના ભાઈ, સ્વ. મેઘબાઈના પતિ, અમિત, પ્રફુલ્લા, દિલીપના પિતા, સ્વ. મીનાબેન, ભાવનાબેન, હિંમતભાઈ વેરશીભાઈ દેવરિયા (ચેમ્બુર મુંબઈ)ના સસરા, ધનબાઈના દિયર, આનંદ, હરેશ, લક્ષ્મી, સવિતા, યશોદા, દક્ષા, અમૃતબેનના કાકા, સ્વ. મૂરજીભાઈ વાલજીભાઈ દનિચા (ગણેશનગર)ના જમાઈ, હીરાલાલ, નાગશી, લાલજી, કેશવજી, અજબાઈ, મમીબેનના બનેવી, દીપેશ, નિહારિકા, ક્રિષ્ના, ત્રિશા, પાર્થના દાદા તા. 3-2-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 8-2-2026ના તથા ઘડાઢોળ (પાણી) તા. 9-2-2026ના નિવાસસ્થાન પ્લોટ નં 50, રાધાનગર-2, મેઘપર કુંભારડી, તા. અંજાર ખાતે.

મોટા ભાડિયા (તા. માંડવી) : લાછબાઈબેન નાગાજણભાઈ ગઢવી (મુંધુડા) (ઉ.વ. 54) તે નાગાજણભાઈ જંગલભાઈ મુંધુડાના પત્ની, સ્વ. જંગલભાઈ વાલાભાઈ મુંધુડાના પુત્રવધૂ, વીરબાઈબેન ખેંગાર મૌવર, રામઈબેન શિવરાજ મૌવર, હીરબાઈ, શિવરાજ, નારાણના માતા, સ્વ. દેવુભાઈ લખમણભાઇ મૌવરના પુત્રી, ભારાભાઈ દેવુભાઈ, ડાયાભાઈ દેવુભાઈ, નારાણભાઈ દેવુભાઈના બહેન, દેવરાજ જંગલ, કલ્યાણ જંગલ, મેઘરાજ જંગલ, નાગશી જંગલના ભાભી તા. 3-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5-2-2026 ગુરુવાર સુધી નિવાસસ્થાન નાના ભાડિયા વાડીવિસ્તાર ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા. 13-2-2026ના શુક્રવારે.

મોટા કાંડાગરા (તા. મુંદરા) : પ્રતાપસિંહ ભગવાનજી જાડેજા (ઉ.વ. 51) તે જાડેજા સિદ્ધરાજસિંહના પિતા, સ્વ. જાડેજા ભગવાનજી રણમલજીના પુત્ર, સ્વ. વાભુભા, સ્વ. મનુભા, રણછોડજી, મંગલજી, પ્રતાપસિંહના ભત્રીજા, મહેન્દ્રસિંહ, રઘુભા, હરેશસિંહ, દોલુભાના મોટા ભાઇ, ગોહિલ દોલુભા, ગોહિલ નટુભા સુલતાનજી (મોટી ખાખર)ના બનેવી તા. 31-1-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા, બેસણું તા. 6-2-2026ના શુક્રવારે નિવાસસ્થાન મોટા કાંડાગરા ખાતે.

રવાપર (તા. નખત્રાણા) : હાલે હાલોલ કાન્તાબેન કરમશી હંસોરા (ઉ.વ. 99) તે કરમશી દેવશીના પત્ની, પ્રતાપભાઇ, ધીરુભાઇ, સ્વ. હીરાલાલ, નાનજીભાઇ, દયારામભાઇ, દિનેશભાઇના માતા, મંજુલાબેન, નીરૂબેન, ઉષાબેન, હંસાબેન, પ્રેમિલાબેનના સાસુ, રાજુ, કલ્પેશ, અમર, કિરણ, રવિ, અશોક, વિશાલના દાદી તા. 2-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 6-2-2026ના શુક્રવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, શિવમંદિર પાસે, રવાપર ખાતે.

ગોંડલ : લીલાવંતીબેન (રમાબેન) તે સ્વ. હસમુખરાય ગંગાશંકર જોષીના પત્ની, સરોજબેન, મનસુખભાઈ, ભરતભાઈના માતા, તા. 2-2-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 5-2-2026ના ગુરુવારે સાંજે 4થી 6 ગણેશનગર, ઉદ્યોગ ભારતી, બ્લોક નં. 7, ગંગોત્રી સ્કૂલ પાછળ, ગુંદાળા રોડ, ગોંડલ ખાતે.

મોસુણા (તા. નખત્રાણા) : રબારી ખેંગારભાઈ દેવાભાઈ (ઉ.વ. 65) તે જીવીબેનના પતિ, સોના દેવા, મમુ દેવાના ભાઈ, ગાભા રાણા, કરમશીના કાકાઈ ભાઈ, ભીખાભાઈ, સ્વ. વંકા, વલુબેન, દેવીબેન, રામીબેનના પિતા, સ્વ. લખમીર કારા, હીરા કારા, કલા કારા (ઘોડાલખ)ના બનેવી તા. 2-2-2026ના અવસાન પામ્યા છે. આગરી તારીખ  12-2-2026 અને ઘડાઢોળ તા. 13-2-2026 તથા સાદડી નિવાસસ્થાન મોસુણા ખાતે. 

Panchang

dd