ભુજ : પઠાણ મેહરાજબાનુ ગુલાબખાન (ઉ.વ. 49) તે ગુલાબખાન અબ્દુલકરીમખાનના પત્ની, જહાંગીરખાન, હમીદખાન (ઉર્ફે રાજા)ના માતા, પઠાણ ઇબ્રાહિમ રહેમાન, પઠાણ સિકંદર રહેમાનના બહેન,
શબ્બીર મોકરશી (કેરા), લંઘા નાસીરના સાસુ તા. 2-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-2-2026ના બુધવારે સવારે 10થી
11 સંજોગનગર, ખારસરા ગ્રાઉન્ડ, જકરિયા મસ્જિદ, ભુજ ખાતે.
ભુજ
: મૂળ કોલકીના દામજીભાઈ રવજીભાઈ ફળદુ (ઉ.વ. 64) તે
જ્યોત્સનાબેનના પતિ, ડો. હસમુખભાઈ, પ્રભાબેન, જયાબેનના ભાઈ, ડો જય
ફળદુ (એગ્રોસેલ), જાનવી પટેલ (બીઓબી-ભાવનગર)ના પિતા, ડો. હેમાલી (આરોગ્યમ ક્લિનિક), સાગરકુમાર (બીએસએનએલ-ભાવનગર)ના
સસરા, નમસ્વીના દાદા, આશકાના નાના,
ગોર રાજેશભાઈ જયંતીલાલ વિઠ્ઠાના વેવાઈ તા. 1-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-2-2026ના સાંજે 5થી
6 કોમ્યુનિટી હોલ, ગ્રીન એકર્સ સોસાયટી,
એરપોર્ટ રોડ, ભુજ ખાતે.
ભુજ
: મૂળ મુંદરાના કુરેશી ભચુભાઇ (ક્ષાર અંકુશ ડ્રાઇવર) (ઉ.વ. 78) તે નૂરમામદ હાજી કુરેશીના પુત્ર, અબ્દુલલતીફના પિતા, મ. જુમાભાઇ, આમદ, ઓસમાણ, હાજીભાઇ, ગફુરભાઇના ભાઇ, આમદખાન હબીબખાનના બનેવી, કાસમખાન અને ઇબ્રાહીમખાન (અંજાર)ના સસરા, અરશીદ અને હસનૈનના
દાદા તા. 2-2-2026ના અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 5-2- 2026ના
ગુરુવારે સવારે 10.30થી 11.30 સારાહ બાગ મસ્જિદ, ભુજ ખાતે.
ભુજ
: મેમણ અબ્દુલ કાદર મિરાજ (ઉ.વ. 1.5) તે
અરશદ ઇબ્રાહિમના પૌત્ર, મેમણ તારીકના ભત્રીજા તા. 1-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-2-2026ના મંગળવારે સવારે 9.30થી
10.30 હસનૈન મસ્જિદ પાસે, મેમણ કોલોની, ભુજ ખાતે.
અંજાર
: નરશીભાઇ કાનજીભાઇ કાતરિયા (ઉ.વ. 77) તે
જસુબેનના પતિ, સ્વ. ધનીબેન કાનજીભાઇના પુત્ર, સ્વ.
વેજીબેન દેવજીભાઇ વાણિયાના જમાઇ, વિનોદ, મહેશ, લીલાવંતીના પિતા, લક્ષ્મી,
નિર્મલા, પ્રેમજીભાઇના સસરા, મનજીભાઇ, ખીમીબેનના ભાઇ, સાકરબેનના
દિયર, ધનજીભાઇના સાળા, હિરેન, કાજલ, યશ, વિશ્વાના દાદા,
અમિત, માનસી, ધવલના નાના
તા. 1-2-2026ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 4-2-2026ના
બુધવારે સવારે 10થી 11 યદુવંશી સોરઠિયા સમાજવાડી (શ્રીકૃષ્ણ વાડી), અંજાર ખાતે.
અંજાર
: વિશ્રામભાઇ લાધાભાઇ કાતરિયા (ઉ.વ. 78) તે
સ્વ. રાજીબેન લાધાભાઇના પુત્ર, સ્વ. લક્ષ્મીબેનના પતિ, સ્વ. વેલજીભાઇ, લીલાવંતીબેન લાલજીભાઇ વાઘમશીના ભાઇ,
સ્વ. વાસણભાઇ વીરાભાઇ માલસતરના જમાઇ, હરેશ,
જયેશ, કંચનબેન ચંદુલાલ બાંભણિયા, કાન્તાબેન દિનેશ કાપડી, જયશ્રીબેન વલમજી બાંભણિયાના પિતા,
દૃષ્ટિ, દર્શન, ખુશાલી,
પ્રિન્સી, ખ્યાતિ, ક્રિષ્ના,
જયકૃષ્ણના દાદા તા. 2-2-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-2-2026ના
બુધવારે બપોરે 3.30થી 4.30 શ્રીકૃષ્ણવાડી, યદુવંશી સોરઠિયા
સમાજવાડી, વોરાસર ખાતે.
અંજાર
: હંસાબેન વ્યાસ (ઉ.વ. 66) તે
સ્વ. નરેન્દ્રકુમાર લક્ષ્મીશંકર વ્યાસ (આચાર્ય, નિંગાળ પ્રાથમિક
શાળા)ના પત્ની, હસમુખભાઈ (અમદાવાદ)ના નાના ભાઈના પત્ની,
ગીતાબેનના દેરાણી, સ્વ. વૃજલાલ જોષી (ખડગપુર)ના
પુત્રી, સ્વ. નંદલાલભાઈ, વિનોદરાય,
સ્વ. તનસુખભાઈ, યશવંતરાય અને હરિભાઈના નાના બહેન,
નીરજ, જિજ્ઞેશ, હિતેષના માતા,
આરતીબેન, પ્રીતિબેન, સ્વ.
નીતિબેનના સાસુ, ઉત્તમ, સંજય, મુકેશના કાકી, ધારા, જ્યોતિ,
હીનાના કાકીજી, આશ્કા, માહિર,
અલખ, મહર્ષિના દાદી, સ્વ.
જ્યોતિબેન અને નીતિનકુમારના ભાભી, સ્વ. ધર્મેન્દ્ર અને વિશાલના
મામી, મિત્તલ અને અર્પણાના મામીજી તા. 1-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-2-2026ના બુધવારે સાંજે 5થી
6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી (પીરવાડી), ટાઉનહોલ રોડ, અંજાર ખાતે.
નખત્રાણા
: ગરવા હાંસબાઇ અરજણ (ઉ.વ. 95) તે
સ્વ. અરજણ રાજાના પત્ની, ગોવિંદભાઇ, મગનભાઇ
(દીપ ટેલર્સ), ગીતાબેન રમેશભાઇ ગરવા (માંડવી)ના માતા,
સ્વ. ફકુભાઇ, સ્વ. નારાણભાઇ, પચાણભાઇના કાકી, મુકેશ, સ્વ. દીપક,
સ્વ. અશોક, સ્વ. અલ્પેશ, મીનાબેન અતુલ રૂપાણી (ભુજ), ચંદ્રિકાબેન (તલાટી મુંદરા)ના
દાદી, નિશાબેન સુધીર શેખાણી (ભુજ-મહાવીરનગર), પ્રદીપભાઇ (માંડવી)ના નાની, કાન્તાબેન, નંદુબેન, રમેશભાઇ અરજણ રૂપાણી (માંડવી)ના સાસુ તા. 2-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 4-2-2026ના.
માંડવી
: કુંવરબાઇ બાબુલાલ કટુઆ (ઉ.વ. 65) તે
સુમલબાઇ અરજણ માતંગના પુત્રી, રવિલાલ, ભરત,
કલ્પનાના માતા, લીલાબાઇ, ગીતાબેન, જગદીશના સાસુ, ગાંગજી,
રામજી, મેગજીના બહેન, સોનબાઇ
કરમશી, લખમાબાઇ મૂરજીના દેરાણી તા. 1-2-2026ના અવસાન પામ્યા છે.
રતિયા
(તા. ભુજ) : ઓઢેજા સુલેમાન ઇબ્રાહિમ (ઉ.વ. 60) તે
અબ્દુલ્લાહ અને ઓસમાણના નાના ભાઇ, સિદ્ધિક, અબ્દુલરહીમ,
ઇરફાન, ઇમરાનના પિતા તા. 1-2-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 4-2-2026ના સવારે 10થી
11 નિવાસસ્થાન રતિયા, તા. ભુજ ખાતે.
પાલારા
(તા. ભુજ) : હીરજી સવા કોલી તે કોલી જલુબાઇ સવા ભચુના પુત્ર, ભારતીબેનના પતિ, વીર, વીરેન્દ્ર,
વિશાલીના પિતા, શામજી, વિનોદ,
રણજિત, દિનેશના ભાઇ, રમજુભાઇ,
જખુભાઇ, રાણાભાઇના ભત્રીજા તા. 2-2-2026ના અવસાન પામ્યા છે. તા. 3-2-2026ના ભજનભાવ રાત્રે 10 વાગ્યે, તા. 4-2-2026ના
પાણીઢોળ સવારે 7.30 વાગ્યે પાલારા
ખાતે.
દેવળિયા
(તા. અંજાર) : છુછિયા મામદ અભુ (ઉ.વ. 59) તે
છુછિયા અભુ દેવાના પુત્ર, સાલેમામદ અભુ, જુસબ અભુના મોટા ભાઇ, ઓવૈશના પિતા તા. 2-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-2-2026ના બુધવારે સવારે 9.30થી
10.30 નિવાસસ્થાન મુસ્લિમ સમાજવાડી, દેવળિયા ખાતે.
કોડાય
(તા. માંડવી) : પાલુભાઇ સામતભાઇ ગઢવી (ઉ.વ. 60) તે
રામભાઇ સામત, ગોપાલભાઇ સામતના ભાઇ, ભીમશી કરમશીના
ભત્રીજા, જીવરાજ, રવિના પિતા, વાલજી, ગોવિંદ, મોહન, અમૂલ, વિશાલના કાકા, વાછિયા ગીલવા
(પાંચોટિયા)ના જમાઇ તા. 2-1-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 4-2-2026 સુધી
નિવાસસ્થાને તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 12-2-2026ના
ગુરુવારે નિવાસસ્થાને કોટેશ્વર કોલોની, કોડાય ખાતે.
રામાણિયા
(તા. મુંદરા) : ભટ્ટી જેનાબાઇ (ઉ.વ. 65) તે
ભટ્ટી ઇસ્માઇલ સિધિક (માજી પાતાળ કૂવા ઓપરેટર)ના પત્ની, મ. સિકંદર, સુલતાનના માતા, ભટ્ટી
હાજી અબ્દુલ (માજી એ.એસ.આઇ.-ભુજ), રસીદ, મ. ભાભા સલીમ હાજી અનવર (માજી સર્કલ ઇન્સ્પેક્ટર-ભુજ)ના ભાભી, મોગલ આમદ (માધાપર), સાંધ ઇકબાલ (અંજાર)ના સાસુ,
રાઠોડ ઇબ્રાહિમ, રમજાન (સેડાતા)ના બહેન,
સોહિલ, સીજાન, સિરાજદ્દીન,
સાફીનના દાદી, ભટ્ટી મુસ્તાક, અલ્તાફ, અજરુદ્દીન, ઇમરાન (ભુજ),
ઇમરાન, ઇકબાલ, યાસીન,
ફરદ્દીનના મોટામા તા. 1-2-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-2-2026ના
સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, રામાણિયા ખાતે.
દેવપર-યક્ષ
(તા. નખત્રાણા) : મંગળાબેન માવજી રૂડાણી (ઉ.વ. 71) તે
માવજીભાઇ રામજીના પત્ની, ઉત્તમ, પ્રકાશ,
પુષ્પાબેનના માતા, જયંતીભાઇના નાના ભાઇના પત્ની,
ઇશ્વરભાઇ, હરિભાઇ, શાન્તાબેન
(નાગપુર)ના ભાભી, મણિબેનના દેરાણી, લીલાબેન,
જયાબેનના જેઠાણી, પાર્થ, યશ, અનંત, નીરજના દાદી તા. 31-1-2026ના (હાવડા પ.બં.) ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા.
4-2-2026ના સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ
પાટીદાર સમાજવાડી, દેવપર (યક્ષ) ખાતે.
નાના
અંગિયા (તા. નખત્રાણા) : લોંચા બાઇયાબાઇ (ઉ.વ. 90) તે
સ્વ. નાથા નાનજીના પત્ની, નથુભાઇ, હીરાભાઇ,
રમુભાઇ, ધનજીભાઇ, રામીબેન
કાનજી પરમાર (રાજપર), ભચીબેન રામજીભાઇ વાઘેલા (અંગિયા)ના માતા,
ગંગાબેન અરજણ સિંધવ (આણંદસર-વિથોણ), ગાંગુબેન ભાણજી
ચાવડા (ગઢશીશા), જમનાબેનના ભાભી, પરમાર
માવજી ભાણજી (દેવીસર), અરજણ ભાણજી, ગોપાલ
ભાણજી (દેવીસર), વાલીબેન પાલા ચાવડા (ગણેશનગર-ગાંધીધામ),
ભચીબેન ખેંગાર વાઘેલા (ઉગેડી)ના બહેન, હિંમત,
મનસુખ, ભરત, રમેશ,
કિશોર, હિતેષના દાદી તા. 2-2-2026ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 5-2-2026ના રાત્રે તથા બારસની ધાર્મિકવિધિ તા. 6-2-2026ના શુક્રવારે સવારે 10 વાગ્યે પાણી ઘડાઢોળ, બેસણું,
સાદડી નિવાસસ્થાન નાના અંગિયા ખાતે.
વિરાણી
મોટી (તા. નખત્રાણા) : મૂળ જતાવીરાના હાલે કરીમનગર (તેલંગાણા) પા. પ્રેમજીભાઇ મૂળજીભાઇ
દિવાણી (ઉ.વ. 77) તા. 1-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 3-2-2026ના સવારે 9થી
11, બપોરે 3થી
5 નિવાસસ્થાન કોટડા રોડ ખાતે.
જિંજાય
(તા. નખત્રાણા) : મેગજીભાઇ કાનજીભાઇ દિવાણી (ઉ.વ. 82) તા.
1-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું)
તા. 4-2-2026ના સવારે 8.30થી 10.30 પાટીદાર
સમાજવાડી, જિંજાય ખાતે.
રસલિયા
(તા. નખત્રાણા) : મીઠુભા ભાણજીભા જાડેજા (ઉ.વ. 66) તે
સ્વ. જીતુભા અને જસુભાના પિતા, સ્વ. રામસંગજી (બુધુભા) ભાણજીભા,
સ્વ. માધુભા ભાણજીભાના ભાઇ, પતુભા, લાખુભા, હઠુભાના કાકા, સમરસિંહ,
દિવ્યરાજસિંહ, જસરાજસિંહ, કનકસિંહ, ભૂપતસિંહ, પ્રહલાદસિંહ,
નરેન્દ્રસિંહ, કર્મરાજસિંહ, સિદ્ધરાજસિંહના દાદા, સ્વ. ચાવડા સંગ્રામસિંહ સતાજીના
જમાઇ તા. 2-2-2026ના અવસાન પામ્યા
છે. સાદડી તા. 5-2-2026ના ગુરુવારે
નિવાસસ્થાન રસલિયા ખાતે.
કીડિયાનગર
(તા. રાપર) : ખેતાભાઇ વેરશીભાઈ ચાવડા તે સ્વ. વેરશી ઉકાભાઈ ચાવડાના પુત્ર, નાનજીભાઈ (એ.એસ.આઈ. અંજાર પોલીસ સ્ટેશન) અને ધનજીના પિતા, રમેશ ચાવડા (એડવોકેટ), વિનોદ ચાવડા (ડેપ્યૂટી એન્જિનીયર
ગેટકો)ના મોટાબાપા, નામેરીભાઈ, અમરાભાઇના
મોટા ભાઈ, ભરતભાઈ પરમાર (સરપંચ-પ્રાગપર)ના નાના બાપા,
આંબાભાઈ મકવાણા (શિક્ષક-રાપર)ના સસરા, પ્રવીણ,
દીપક, નરેશ, ભરત,
કિશનના દાદા તા. 2-2-2026ના
અવસાન પામ્યા છે. લોકાચાર મોરિયા તથા પાટ તા. 6-2-2026ના
શુક્રવારે નિવાસસ્થાન કીડિયાનગર, તા. રાપર ખાતે.
પાનધ્રો
(તા. લખપત) : નોડે આદમ લાખા (ઉ.વ. 44) તે
હાજી જુમ્મા લાખા, હુસેન લાખા, આરબ મુસા, અયુબ ઉંમર, ઇસ્માઇલ ખમીસાના ભાઈ, એઝાઝ ઉર્ફે ઝાકીર અને સોહેબના પિતા, અબ્દુલ્લા (ઇભલાભાઈ
લાઈટવાળા), તૈયબ, કાદર, અબ્દુલા સુમારના કાકા, હાજી હાસમ (મીંઢિયારી)ના જમાઈ,
હાજીજુસબ (મીંઢિયારી)ના ભાણેજ, મૌલાના મુસ્તાકના
બનેવી તા. 2-2-2026ના અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 4-2-2026ના
બુધવારે સવારે 10 વાગ્યે જામા મસ્જિદ, પાનધ્રો ખાતે.