• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ માંડવીના ઔદિચ્ય બ્રાહ્મણ ભાસ્કરરાય રાવલ (ઉ.વ.93) (નિવૃત્ત સી.ઓ.સી. ડિસ્ટ્રીક્ટ કોર્ટ-ભુજ) તે કુસુમબેનના પતિ, સ્વ. લલિતાબેન મનસુખલાલ રાવલના પુત્ર, સ્વ. પ્રકાશ, કિરણ (નિવૃત્ત ન્યાય કોર્ટ), ડો. નિરંજન (નિવૃત્ત સિવિલ સર્જન), સંજય (એડવોકેટ/નોટરી)ના પિતા, કલ્પના, મીના કિરણ, મીના નિરંજન, હેતલના સસરા, કુણાલ, નિશિથ, ડો. ઉદિત (રેડિયોલોજિસ્ટ, સ્ટર્લિંગ હોસ્પિટલ-ગાંધીધામ), હિમાની વિપીન બસિતાના દાદા, ઉપાસનાના દાદા સસરા, સ્વ. હરેન્દ્ર, સ્વ. પૂર્ણીમા, સ્વ. કિશોર, કીર્તિભાઇ (માંડવી)ના મોટા ભાઇ, અશ્વિના કીર્તિભાઇના જેઠમયુર (માંડવી), પંકિતા (રાજકોટ)ના મોટા બાપા, પૂજાના દાદા સસરા, નિરજાના મોટા દાદા, સ્વ. ગોદાવરીબેન લક્ષ્મીશંકર શુક્લ (ધ્રોલ)ના જમાઇ તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-2-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 ઔદિચ્ય બ્રહ્મસમાજવાડી શિવકૃપા નગર, ભુજ ખાતે. 

ભુજ : સુસ્મિતા (કોકીલા)બેન તે સ્વ. ભાણીબેન અને મોનજી ઘેલાભાઇ રાણા (મૂળ આધોઇ હાલે ભુજ)ના પુત્રી, સ્વ. કાશીબેન અને કલ્યાણજીભાઇ ઠક્કર (ફતેહગઢ)ના દોહિત્રી, સ્વ. મુળજીભાઇ મોનજીભાઇ રાણા (આરએફઓ), સ્વ. રામજીભાઇ મોનજીભાઇ રાણા (પીડબલ્યુડી), સ્વ. હરેશ રાણાગં.સ્વ. મણીબેન અરવિંદભાઇ રાચ્છ (નિવૃત્ત શિક્ષિકા-સામખિયાળી), ગૌરીબેન રાણા (નિવૃત્ત ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ-ભુજ), ગં.સ્વ. મંજુલાબેન લક્ષ્મણભાઇ રાવલ (નિવૃત્ત વર્ગ-2 સરકારી અધિકારી, શિક્ષણ વિભાગ)ના બહેન, સ્વ.રતનબેન મુળજીભાઇ રાણા, ગં.સ્વ. જ્યોત્સનાબેન રામજીભાઇ રાણા (નિવૃત્ત શિક્ષિકા-માધાપર)ના નણંદ, કુલીન રામજીભાઇ રાણા, સૌરભ રામજીભાઇ રાણા (અમદાવાદ), વર્ષાબેન કેતન પૂજારા (ભુજ), ભારતીબેન હિતેશ ઠક્કર (અંજાર), જયશ્રી કાંતિલાલ ઠક્કરસ્વ. મીના હરેશ ભીંડે (માધાપર)ના ફઇ, ધનસુખ અરવિંદ રાચ્છ (સામખિયાળી), આકાશ લક્ષ્મણભાઇ રાવલ (જર્મની, આઇ.ટી. કંપની), ડો. પ્રિયંકા રાવલ-શાહ (કેનેડા)ના માસી તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક 94284 73740. 

ભુજ : દમયંતીબેન મકવાણા (ઉ.વ.70) તે ઘનશ્યામભાઇ કાનજી મકવાણા (નિવૃત્ત એએસઆઇ ગુજરાત પોલીસ), સ્વ. ગંગાબેન સામજી મોખાના પુત્રી, પિયુષ, હિનાબેન, જ્યોતિબેન, સંગીતાબેન (હેલ્થ ડિપાર્ટમેન્ટ)ના માતા, ખુશના દાદી, કિશોર, સ્વ. પ્રકાશ વાઘેલા, રેખાબેન, રીતેશ રાઠોડ (પીજીવીસીએલ)ના સાસુ, પ્રાગજી મોખા, દાનસંગજી મોખા, સ્વ. માધવજી મોખા, કાનજી મોખા, અશોક મોખા, લીલાવંતીબેન ચૌહાણ, હંસાબેન રાઠોડના બહેન, ધનજી મોખા, સ્વ. હરેશ મોખા, સ્વ. ભૂપેન્દ્ર મોખા, ઇન્દીરાબેન રાઠોડ, પ્રતિમાબેન ચૌહાણના કાકાઇ બહેન, શાંતાબેન, ઉર્મિલાબેન, પુષ્પાબેન, ભાગીરથીબેન, પ્રતિમાબેન, ગીતાબેનના નણંદ, હસ્તાબેન, જિતેન્દ્ર, જયશ્રીબેન, હરેશ (પીએસઆઇ)દિપક, નયના, મનોજ, પરેશ, ડીમ્પલ, નીશા, જગદીશ, નરેશ, અંકિતા, નિકિતા, પલ્લવી, મીરાજયના ફઇ, વિવેક, યશ, જુગલ, મંથન, કર્ણવ, હેતીના નાની તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-2-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30, સહયોગેશ્વર મહાદેવ મંદિર, સહયોગનગર, નવી રાવલવાડી ખાતે. 

ભુજ : ગં.સ્વ. જયાબેન કારિયા (ઉ.વ. 68) તે સ્વ. સંતોકબેન હીરજીભાઇ કારિયાના નાના પુત્રવધૂ, સ્વ. ભગવાનજી હીરજી કારિયાના પત્ની, વિપુલ, હિતેશ તથા વિશાલના માતા, સ્વ. નેણશીભાઇ, સ્વ. તુલસીદાસભાઇ, સ્વ. રાઘવજીભાઇના નાના ભાઇના પત્ની, ગં.સ્વ. અમ્રતબેન, ગં.સ્વ. હીરાગૌરીબેન, ગં.સ્વ. શાંતાબેનના દેરાણી, સ્વ. કાશીબેન રણછોડભાઇ પૂજારા (રાપર)ની પુત્રી, વસંતલાલભાઇ, વિનોદભાઇ, મહેન્દ્રભાઇ, ગં.સ્વ. કાંતાબેન બાબુલાલ, સ્વ. મંજુલાબેન કાંતિલાલ, પુષ્પાબેન વસંતલાલ, કંચનબેન કિરીટકુમારના બહેન, શોભનાબેન સુભાષભાઇ, દીપકભાઇ, અરુણાબેન ગિરીશભાઇ, પ્રતિમાબેન મહેશભાઇ, બકુલાબેન જીતેનભાઇ, જિજ્ઞેશભાઇ, સ્વ. પ્રવીણાબેન ધીરજલાલ, ચંદ્રીકાબેન મનીષભાઇ, ગં.સ્વ. નીલાબેન ધર્મેન્દ્રકુમાર, રેખાબેન ધર્મેન્દ્રકુમાર, રક્ષાબેન દિલીપભાઇના કાકા, મુકતાબેન, ગીતાબેન, જયશ્રીબેનના નણંદ, ગીતાબેન બિપિનભાઇ, જ્યોતિબેન રોહિતભાઇ, દક્ષાબેન ધવલભાઇ, નીતલબેન ચેતનકુમાર, યશ્વીબેન બ્રિજેશકુમાર, હિમાંશીના ફઇ તા. 31-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-2-2026ના સોમવારે સાંજે 4થી 5, નાનજી સુંદરજી સેજપાલ, લોહાણા મહાજનવાડી, વી. ડી. હાઇસ્કૂલ પાસે રાખેલ છે. (દશો રાખેલ નથી.).

ભુજ : ગં.સ્વ. શારદાબેન (ઉ.વ.88) તે સ્વ. જેઠમલભાઇ ભીમજીભાઇ ઠક્કર (મુરુવાળા)ના પત્ની, સ્વ. દેવકાંતાબેન શંકરલાલ સચદે (ભુજ)ના ભાભી, ભરતભાઈ, વિનોદભાઈ (લહેરીભાઈ) (અશ્વિન ટી ટ્રેડર્સ), હંસાબેન કિશોરભાઈ સચદે (સુરત)ના માતાસ્વ. હર્ષીદાબેન, લક્ષ્મીબેન, કિશોરભાઈ સચદે (સુરત)ના સાસુ, અશ્વિન, કેતન, દર્શન, કિશનના દાદી, ચાંદની (ડોલી), ફોરમના મોટા સાસુહીવા, મિવાનના મોટા દાદી, ચિંતન, ડો. દર્શન (સુરત)ના નાની, અવની, ખુશ્બુના નાની સાસુ, સ્વ. ઉમરશીભાઈ ગાવિંદજીભાઈ રાજદે (મોટી વિરાણી)ના પુત્રી, શંકરભાઇ (નખત્રાણા), નવીનભાઈ (નખત્રાણા), પાર્વતીબેન (નખત્રાણા), કાંતાબેન (નખત્રાણા), સ્વ. મંજુલાબેન (રવાપર), સ્વ. સાવિત્રીબેન (નખત્રાણા), સરલાબેન (ઉખેડા)ભારતીબેન (નખત્રાણા)ના બહેન તા. 31-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-2-2026ના સોમવારે સાંજે 4થી 5 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, ભાનુશાલી નગર, ભુજ ખાતે.

ભુજ : બ્રેર રમજુ ઇશાક (સાઇ ટેક્સીવાળા) (ઉ.વ.68) તે બ્રેર અનવર, અકબર, શકીલ, અફસાનાબેન, આફરીનબેન (બ્રેર એડ ભુજ)ના પિતા, બ્રેર (કુંભાર) અલી, ઓસમાણ, અદ્રેમાન (બંધરાઇ)ના ભાઇ, બ્રેરક રફીક, રમજાન, અબુભખર (ચિંભડિયા)ના સાળા, મ. ઇસ્માઇલ (ચિંભડિયા)ના સસરા, કુંભાર આધમ (જંગબાર-અંજાર)ના બનેવી તા. 31-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-2-2026ના સોમવારે સવારે 10થી 11 માંજોઠી જમાતખાના કેમ્પ એરિયા, જેષ્ઠાનગર ભુજ ખાતે.

ભુજ : બાબુલાલ કાનજીભાઇ સંજોટ (મહેશ્વરી) (ઉ.વ.62) (ભુજિયાના પૂજારી તથા સંજોટ પરિવારના ભોપાશ્રી) તે સ્વ. કાનજીભાઇ, રાજબાઇના પુત્ર, ખેતબાઇના પતિ, સ્વ. મગનભાઇ, હંસાબેન, ઉમરશીભાઇ, મણિબેનના ભાઇ, રાજેશ, હિતેશ, છાયાના પિતા, વાલજી, પ્રકાશ, ભારતી, ગંગાના કાકા, શીતલ, નિર્મલના મોટા પિતા, અશોકભાઇ ડોરૂના સસરા, હિરનય, પ્રિન્સીકા, કરિશ્માના દાદા, ક્રિશા, નિવિયાશ, માહીરના નાના તા. 31-1-2026ના અવસાન પામ્યા છે. અંતિમ ધાર્મિકવિધિ તા. 5-2-2026ના પંજમુખી જાગ અને તા. 6-2-2026ના સવારે પાણી તથા બોસમાણી જંગ `બારમી ધર્મ' નિવાસસ્થાન, પ્લોટ નં. 9, ન્યૂ ગાયત્રી કોલોની ભુજ ખાતે. 

ગાંધીધામ : સરદારસિંહજી સિંધવી  (ઉ.વ.92) (નિવૃત્ત કંડલા પોર્ટ) તે શોભનાબેનના જેઠ, યોગેન્દ્ર, સ્વ. શૈલેન્દ્ર, સુમનના પિતા, નમિતા, રીટા, દીપકસા ભંડારીના સસરા, ધીરેન્દ્ર, ગજેન્દ્ર, નરપતસા, સ્મિતા, મોનીતાના કાકા, સરલા, ઉર્મિલા, લતા, એલોકસા, દીપકસાના કાકા સસરા, દીપ્તિ, તૃપ્તિ, પ્રિયંકા, ઋષભના દાદા, ગૌરવસા જૈન, પારસજી બોરડ, નિકિતાના દાદા સસરા, મહક, મયંકના નાના, વૈભવ ભંશાલી, વર્ષાના નાનાજી સસરા, જગદીશમલસા, રાજેન્દ્રસા લોઢાના બનેવી તા. 30-1-2026ના અવસાન પામ્યા છે.  પ્રાર્થનાસભા તા. 2-2-2026ના સોમવારે સાંજે 4 વાગ્યે ઝૂલેલાલ મંદિર, શિવ હોટલ પાસે, ગાંધીધામ ખાતે.

આદિપુર : મૂળ વાંઢના દરજી દમયંતીબેન શિવજી પરમાર (ઉ.વ.67)  તે ગોદાવરીબેન રવજી ડાભીના પુત્રી, મોરારજીભાઈ, ભાણજીભાઈ, ચત્રભુજભાઇ, સ્વ. દેવીબેન, રાધાબેન, અનુસુયાબેન, રમીલાબેનના બહેન, સ્વ. જિજ્ઞેશ, ડીમ્પલ, અમિતના માતા, ચાંદનીબેન, આરતીબેનરમેશભાઈના સાસુ, ગં.સ્વ. ઉર્મિલાબેનના દેરાણી, ગં.સ્વ. નર્મદાબેનના ભાભી, મહેશ, જીનલના કાકી, બિપીનભાઈ અને ક્રિષ્નાબેનના કાકી સાસુ, ઓમ, અંશ, ભવ્ય અને ક્રિશિવના દાદીભાવિકનિશા, વૈભવના નાની તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

અંજાર : ગોપાલજી ધરમશી મજેઠિયા (ઉ.વ.84) તે સ્વ. શાંતાબેન ધરમશી મજેઠિયાના પુત્ર, જયાબેનના પતિ, સ્વ. રાધાબેન પ્રેમજી કોટક (ચિત્રોડ)ના જમાઈ, વર્ષાબેન દિનેશકુમાર (ભચાઉ), કુંતલબેન નરેશકુમાર (ભુજ), ભાવેશ (અંજાર)ના પિતાજમનાબેન વિઠ્ઠલદાસ (અમદાવાદ), કંચનબેન અરૂણકુમાર (માધાપર), વસુમતીબેન ભરતકુમાર (મુંદરા), કિશોરભાઈ, સ્વ. અરાવિંદભાઈ (અંજાર)ના ભાઈ, દિનેશકુમાર બચુભાઈ (ભચાઉ), નરેશકુમાર બાબુભાઈ (ભુજ)ના સસરા, દક્ષાબેન કિશોરભાઈ (અંજાર)ના જેઠ, જય મજેઠિયા (દિત્યા ઇવેન્ટ્સ - અંજાર)ના મોટા બાપા, કૃપા, શ્રદ્ધા, નિષ્ઠા, કશ્યપ, તનિષ્કા, માહીના નાના તા. 31-1-2026ના  અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-2-2026ના સોમવારે સાંજે 4થી બંસરી વિલા કોમ્યુનિટી હોલ, શનિદેવ મંદિર રોડ અંજાર ખાતે.

અંજાર : રાયમા કુલસુમબેન (ઉ.વ.50) તે સલીમ ઇબ્રાહીમ (હકુ)ના પત્ની, અબ્બાસ, જુલ્ફીકારના માતા, મ. નુરમામદ જુમ્માના પુત્રી, મ. મહેબુબ, નુરમામદ (મઠો)ના ભાભી, ઓસમાણ, કાસમના બહેન, હસન, શબીરના સાસુ તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ તથા જિયારત તા. 2-2-2026ના સોમવારે સવારે 10.30થી 11.30 ખીજરા મસ્જિદ નયા અંજાર ખાતે.  

અંજાર : રમેશચંદ્ર પ્રેમજી ઠક્કર (ઉ.વ.75) (ચમરાણી) (ભૂંગળાવાળા) તે સ્વ. વિજયાબેનના પતિ, સ્વ. કસ્તુરબેન પ્રેમજી ઠક્કરના પુત્ર, સ્વ. ગોદાવરીબેન છગનભાઇ નાથાણીના જમાઈ, સ્વ. કાન્તાબેન, સ્વ. મણિલાલ, સ્વ. ચમનલાલ, સ્વ. વિનોદચંદ્ર, લક્ષ્મીબેનના ભાઈ, ધર્મિષ્ઠાબેન, નીતાબેન, તેજસના પિતા, શૈલેષભાઈ હર્ષ (એડવોકેટ), પુનિત ઠક્કર (ઝીલ ટ્રાવેલ્સ) તથા સુમનના સસરા, સ્વ. ભગવતીબેન, સ્વ. સાવિત્રીબેનના દિયર, કંચનબેન રામજી રૂપારેલ, સ્વ. રસિકભાઈ નાથાણી, અરાવિંદભાઈ નાથાણી (કચ્છમિત્ર કોલમિસ્ટ-ફોટોગ્રાફર), કાંતિભાઈ ઠક્કર (નાથાણી)ના બનેવી, દિવ્યના દાદા, હેત્વી રાજેન વાસુ, ઝીલ, ભવ્ય, પરમના નાના તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-2-2026ના રવિવારે સાંજે 4થી 5 ભાટિયા મહાજનવાડી, ટેલિફોન એક્સચેન્જની પાછળ. (લૌકિક વ્યવહાર રાખેલ નથી.) 

અંજાર : મૂળ નાગલપરના હાલે પુના નરેન્દ્રભાઇ પોબારા (ઉ.વ.70) તે પુષ્પાબેનના પતિ, સ્વ. પાર્વતીબેન શામજીભાઈ પોબારાના પુત્ર, ભાણજીભાઈ રતનશીભાઈ પોબારા, મોતીરામભાઈ રતનશીભાઈ પોબારાના ભત્રીજા, સ્વ. મંજુલાબેન, સ્વ. જયંતીલાલ, સ્વ. જ્યોતિબેન, ગં.સ્વ. અનસૂયાબેન, પૂર્ણિમાના ભાઈ, જતિન, હિતેશ, નીલમના પિતા, હેમાંગી, વનિતા, હરિઓમ ચંચળના સસરા, ધ્વેત, આરવ, વ્યોમ, કિયાંશના દાદા તા. 29-1-2026ના પુના ખાતે અવસાન પામ્યા છે.

અંજાર : મૂળ ભુવડના ગોસ્વામી પ્રવીણગિરિ રણછોડગિરિ (ઉ.વ. 68)  તે સ્વ. ગંગાબેન રણછોડગિરિ ગોસ્વામીના પુત્ર, સવિતાબેનના પતિ, સ્વ. દયાબેન દેવગિરિ ગોસ્વામી, જ્ઞાનગિરિ (બાલાજી હનુમાન પૂજારી આદિપુર), સ્વ. હીરાગિરિ જીવણગિરિ (અંજાર), સ્વ. વેલુબેન રૂગનાથગિરિ (ભુજ), સ્વ. જમનાબેન વિશ્રામગિરિ (ધાણેટી), ધીરજગિરિ, નરોત્તમગિરિ, (હનુમાનજી મંદિર પૂજારી મારુતિ ગ્રાઉન્ડ અંજાર)ના ભાઈ, સ્વ. મણીબેન, મંજુલાબેનના દિયર, શારદાબેન, હેમલતાબેનના જેઠ, વિજય, ચંદા, આરતી (નીના)ના પિતા, જમનાબેન ભીખાગિરિ (વિશ્રામગિરિ, નવાગામ)ના જમાઈ, ભરતગિરિ (એસટી, અંજાર), સંગીતા (ગીતા)બેન, યોગેશગિરિ, સ્વ. કલ્પેશગિરિના કાકા, અવનીબેન, હિરેનગિરિ (મોન્ટુ) (ગોસ્વામી એન્ટરપ્રાઈસ, અંજાર), પાર્થગિરિ (કાનો), મીતગિરિના મોટાબાપા, નિખિલગિરિના સસરા, મંજુલા, ભીખાગિરિ  (કાશીગિરિ)પ્રફુલ્લગિરિ (સિક્કા, જામનગર)ના મામા, રમેશગિરિ (નવાગામ), દિનેશગિરિ (મમુઆરા)ના બનેવી, પંક્તિબેન કુણાલગિરિ (કેરા), જાનકી, પ્રિન્સ, દિયાના દાદા, મિસરીના નાના તા. 30-1-2026ના  અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-2-2026ના સોમવારે સાંજે 4થી 5, દશનામ ગોસ્વામી સમાજવાડી, અજેયપાળ મંદિર પાસે, ગંગાનાકા, અંજાર ખાતે.

મુંદરા : મૂળ ભદ્રેશ્વરના ગં.સ્વ. મંજુલાબેન સોલંકી (ઉ.વ.80) તે સ્વ. મનુભાઈ ગાભાભાઈ સોલંકીના પત્ની, સ્વ. ઉમરબાઈ ગાભાભાઈ સોલંકીના પુત્રવધૂ, સ્વ.ભચીબેન જીવાભાઈ પરમાર (નાની ખેડોઈ)ના પુત્રી, રંજન, હિમ્મત, યોગેશના માતા, મનજીભાઈ, રંજન, પારૂલના સાસુ, ખુશ્બુ, ગૌરાંગ, ક્રિષ્ના, પૂજાના દાદી, તેજલ અને પ્રતીકના નાની, અવની, વિવેક, રાજનના દાદી સાસુ, સંજય અને ભાવિના નાની સાસુ તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-2-2026ના સોમવારે સાંજે 4થી 5 ખારવા સમાજવાડી (સાગર ભવન) ખાતે.

નખત્રાણા : ગં.સ્વ. રાધાબેન ભાણજી પલણ (ઉ.વ.90) તે સ્વ. ઠા. ભાણજીભાઇ વેલજી પલણના પત્ની, સ્વ. વેલજી ચત્રભુજના પુત્રવધૂ, ભરતભાઇ (ભુજ), બિપિનભાઇ (અમદાવાદ), કલ્પેશ, મયેંક (નખત્રાણા), કમળાબેન, ઇન્દીરાબેન, મધુરીબેન, કુસુમબેન, લતાબેન (મુંબઇ)ના માતા તા. 31-1-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા નિવાસસાસ્થ જૂની પોસ્ટ ઓફિસ, જૂનાવાસ, લાલ હનુમાન મંદિર સામેથી તા. 1-2-2026ના રવિવારે સવારે 11 કલાકે નીકળશે. 

નખત્રાણા : લંઘા અબ્દુલ ઓસમાણ (ઉ.વ.45) (પ્રમુખ અબડાસા લંઘા સમાજ, ચાંદ ટ્રાન્સપોર્ટ-નખત્રાણા, પ્રમુખ નખત્રાણા તા. ભાજપ લઘુમતી મોરચા) તે મ. ઓસમાણ અલ્લારખિયાના પુત્ર, લંઘા સિકંદર ઓસમાણના ભાઇ, અબ્દુલ મામદ (ઝુરા), નુરમામદ ગાજી (ઝુરા), વલીમામદ ઉમર (લોરિયા)ના કાકાઇ ભાઇ, અયાન, આર્યનના પિતા, સાયમન, સુહાનના મોટા બાપા, લાડકા ગનીભાઇ લધા (ગુંદાલા)ના જમાઇ, લંઘા સમીર હાસમના મામા તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-2-2026ના સોમવારે સવારે 10 વાગ્યે નખત્રાણા સુરલભિટ્ટ જમાતખાના ખાતે.  

ભચાઉ : મૂળ આધોઇ સુરેશભાઇ અમૃતલાલ રેહાણી (ઉ.વ.55) તે ગં.સ્વ. રંભાબેન અમૃતલાલ કાથડભાઈ રેહાણીના પુત્ર, ભાવનાબેનના પતિ, ગં.સ્વ. સરસ્વતીબેન પ્રાગજીભાઈ (મૂળ લોડાઇ હાલે ભચાઉ)ના જમાઈ, પિયુષ, શ્વેતા, વિશ્રુતિના પિતા, કનૈયાલાલ (લાલો), અમૃતલાલ રેહાણી (બાપા સીતારામ ફરસાણ-ભચાઉ), જયશ્રીબેન કિશોરકુમાર દક્ષિણી (ગાંધીધામ), ધર્મિષ્ઠાબેન કલ્પેશકુમાર નાથાણી (અંજાર)ના મોટા ભાઈ, આરતીબેન પિયુષભાઈ રેહાણીના સસરા, કરન તથા નિર્વાના મામા, ચમનલાલ પ્રાગજીભાઈ પોપટ (ભચાઉ), રંજનબેન ચંદ્રકાંત સચદે (પાટણ), ગીતાબેન વિઠ્ઠલભાઈ ગંધા (ગાંધીધામ), જયશ્રીબેન ભરતભાઈ સચદે (મહેસાણા), શોભનાબેન જગદીશભાઈ પુજારા (સામખિયારી), નુતનબેન ભરતભાઈ મીરાણી (ગાંધીધામ)ના બનેવીલખમશીભાઈ ગેલાભાઈ પુજારા (આધોઈ)ના દોહિત્ર, સ્વ. અમીચંદભાઈસ્વ. પ્રવીણભાઈ, સ્વ. નર્મદાબેન કરસનદાસ કોટેચા (આદિપુર), ગં.સ્વ. ભગવતીબેન જયંતીલાલ પુજારાના ભાણેજ, સ્વ. રેવાબેન મેઘજીભાઈ આડઠક્કર (ભચાઉ)ગં.સ્વ. દિવાળીબેન પ્રભુલાલ કોટક (ભચાઉ)ના ભત્રીજા, ઠા. ભગવાનજીભાઈ નારણજીભાઈ (આધોઈ)ઠા. હરિલાલ નારણજીભાઈ (ગાંધીધામ), ઠા. કિશોરભાઈ નારણજીભાઈ (મુંબઈ)ના પિતરાઈ ભાઈ તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-2-2026ના સોમવારે સાંજે 4થી 5 દરિયાસ્થાન મંદિર, ભચાઉ ખાતે. 

કોડકી (તા. ભુજ) : શૈલેષ ભીમજી સુથાર (ભીખાલાલ) (ઉ.વ.44) તે ગં.સ્વ. ધનબાઈ ભીમજી સુથારના પુત્ર, મીનાબેનના પતિ, પૂર્વી, તુલસી અને કુલદીપના પિતા, કસ્તુરબેન અરાવિંદ (મથલ), ચેતનાબેન સુરેશ (કોટડા જ.)ના ભાઈ, અમૃતબેન ત્રિકમજી મુળજી (રસલિયા)ના જમાઈ, રાજેન્દ્ર અને ચંદ્રેશના બનેવી, સ્વ. પોપટભાઈ, બાબુભાઇ, સ્વ. લાલજીભાઈસ્વ. મેઘજીભાઈ (નારાણપર)ના ભાણેજસ્વ. વિશ્રામ હરજી, સ્વ. શિવજી હરજી, સ્વ. ગાવિંદ અખઈ, સ્વ. કેશવજી અખઈ અને જેઠાલાલ અખઈના ભત્રીજા તા. 31-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-2-2026ના સોમવારે સવારે 9થી સાંજે 5 નિવાસસ્થાન કોડકી ખાતે. 

નાના રેહા (તા. ભુજ) : લુહાર અબ્દુલ મજીદ હસન (ઉ.વ.49) તે મોહમ્મદના પિતા, અબ્દુલ રજાક, મેમુદના ભાઈ, અભુબકર, અબ્દુલ જુસબના ભત્રીજા, મ. હનીફઅકબર, આરબ જાકબના બનેવી તા.29-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-2-2026ના રવિવારે સવારે 10.30થી 11.30 નાના રેહા  લુહારવાઢા જમાતખાના ખાતે.

રતનાલ (તા. અંજાર) : અનિલભાઇ કાનજીભાઇ રામજીભાઇ વરચંદ (કેશરાણી) (ઉ.વ. 27) તે સ્વ. વેરાભાઈ ખેંગારભાઈ ભગત (વરચંદ)ના પરપૌત્ર, રામજીભાઈ વેરાભાઈ ભગત (વરચંદ)ના પૌત્ર, કાનજીભાઈ રામજીભાઈ વરચંદના પુત્ર, ત્રિકમભાઈ રામજીભાઈ વરચંદ, રણછોડભાઈ રામજીભાઈ વરચંદ (પૂર્વ ઉપસરપંચ, રતનાલ ગ્રામ પંચાયત), વાલજીભાઈ રામજીભાઈ વરચંદના ભત્રીજા, ભરતભાઇ કાનજીભાઈ વરચંદના નાના ભાઈ તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું  નિવાસસ્થાને, કબીર શેરી, રતનાલ મધ્યે. 

ગોધરા (તા. માંડવી) : રતનબેન ભંડેરી (ઉ.વ.69) તે હરજી લાલજી ભંડેરીના પત્ની, ખીમજી કેસરા વેકરિયા (નાગલપર)ના પુત્રીપ્રવીણ, ભીમજી, શાંતિ, શિલ્પાબેન ગોપાલ વેકરિયાના માતા, અશ્વિન, ગૌતમ, મિતેશ, હસ્તી, હસીતા, કીર્તિકા, શૈલી, રાહીના દાદી તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-2-2026ના 7.30થી 8.30 નિવાસસ્થાને લાયજા રોડ વાડી વિસ્તાર ખાતે.

જનકપુર (તા. માંડવી) : ઇશ્વરલાલ ભીમજી ભગત (ઉ.વ.68) તે સ્વ. માનબાઈ ભીમજી ભગતના પુત્ર, કસ્તુરબેનના પતિ, સ્વ. છગનલાલ, સ્વ. કરમશીભાઈ, સ્વ. હરિલાલભાઈ, મોહનભાઈ અને સ્વ. અમૃતબેનના ભાઈ, સ્વ. ધનજી હીરજી સેંઘાણી (ગઢશીશા)ના જમાઈ, જિતેન્દ્ર, શૈલેષ, માયાના પિતા, ચંદ્રિકાબેન, મયુરીબેન, સુનિલકુમાર (મમાયમોરા)ના સસરા, ખુશી, ધ્રુવી, ધ્યાની, હાર્દિ, યુગ, હીતીના દાદા, યુગલ (બિદડા)ના દાદા સસરા તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 1-2-2026ના સવારે 8થી 11 અને બપોરે 3થી 5.30 જનકપુર પાટીદાર સમાજવાડી ખાતે.

ગંગાપર (તા. માંડવી) : જાન્વીબેન અમ્રતભાઇ વાસાણી (ઉ.વ.25) તે જ્યોતિબેન અમ્રતભાઇ પુંજાભાઇ વાસાણીના પુત્રી, મીરલબેન વિમલકુમાર, ટીસા, હેન્સી, પર્વના મોટા બહેન, મણીબેન પુંજાભાઇ દેવશીભાઇ વાસાણીના પૌત્રી, પ્રવીણભાઇ અરજણભાઇ ભીમાણી (ગાંધીગ્રામ)ના દોહિત્રી તા. 31-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-2-2026ના રવિવારે સવારે 9થી 12 તથા બપોરે 3થી 5 ગંગાપર પાટીદાર સમાજવાડી ખાતે. 

વાંઢ (તા. માંડવી) : સંગાર નરેશભાઇ મંગલભાઇ (ઉ.વ.46) તે સંગાર વાલબાઇ મંગલભાઈના પુત્ર, સ્વ. નારણભાઈ તથા પુરબાઈ રતન (કોજાચોરા)ના ભાઈ, રાજબાઈના પતિ, કાંતિ, સુમીત અને મીનાબેનના પિતા, અંકિત, વૈશાલી અને હિરલના કાકા, સ્વ. કેસરભાઈ ચનાભાઈ (કોજાચોરા)ના જમાઈ તા. 31-1-2026ના અવસાન પામ્યા છે.  સાદડી તા. 2-2-2026ના સોમવાર અને તા. 3-2-2026ના મંગળવારે નિવાસસ્થાન, વાંઢ (તા. માંડવી) ખાતે. 

વિરાણી મોટી (તા. નખત્રાણા) : કડવા પાટીદાર રામજીભાઇ પચાણભાઇ માનાણી (નાકરાણી) (ઉ.વ. 90) તે સ્વ. ડાઇબેનના પતિ, પરસોત્તમના પિતા, કૃણાલભાઇ, જ્યોતિબેન, ગૌરવભાઇના દાદા તા. 31-1-2026ના વસઇ મધ્યે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (સાદડી) તા. 2-2-2026ના સવારે 8.30થી 10 પાટીદાર સમાજવાડી બસ સ્ટેશનની બાજુમાં  વિરાણી મોટી (નખત્રાણા રોડ) મધ્યે.

રસલિયા (તા. નખત્રાણા) : સોની ઝવેરબેન ધારશી (ઉ.વ.74) તે સોની ધારશીભાઇ દેવજીભાઇના પત્ની, સ્વ. ભાણજી પ્રાગજી (વિથોણ)ના પુત્રી, સ્વ. રામજી દેવજી (નડિયાદ)ના નાના ભાઇના પત્ની, મોહનલાલ દેવજી (નખત્રાણા), નવીન દેવજી (નેત્રા), કમળાબેન રમણીકલાલ (મુંબઇ)ના ભાભી, ચંદ્રીકા દિનેશકુમાર (ઘડાની), નીતેશ, તેજેન્દ્રના માતા, નૈમિષ (ઘડાની)ના નાની, પ્રિયાંસી, પલ્સી, દિયા, મીત, હર્ષીના દાદી, સામજી ભાણજી (દયાપર), સ્વ. રામજી ભાણજી (રવાપર), સ્વ. અમૃત ભાણજી (વિથોણ), ભચીબેન (અંગિયા)ના બહેન તા. 31-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-2-2026ના સોમવારે સાંજે 4થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી રસલિયા ખાતે. 

દેશલપર (વાંઢાય) : ભજીર અબુબકર અદ્રેમાન (ઉ.વ.38) તે ઇશાક ભજીરના નાના ભાઇ, ભજીર મામદ હુસેન અદ્રેમાનના મોટા ભાઇ, ભજીર આમદ લતીફના ભત્રીજા તા. 31-1-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 3-2-2026ના મંગળવારે 10થી 11 નિવાસસ્થાન મફતનગર ઇદગાહ પાસે. 

વાડા પદ્ધર (તા. અબડાસા) : ભારૂભા જાડેજા (ઉ.વ.43) તે હનુભા જીલુભાના પુત્ર, છાયાબા, દશરથસિંહના નાના ભાઇ, લક્ષરાજસિંહ, પુષ્પરાજસિંહના કાકા, મિતલબા, જયરાજસિંહ, ભૂમિબાના પિતા, શક્તિસિંહ ઝાલા (સાપકડા)ના સાળા, રાજદીપસિંહ, લક્ષદીપસિંહના મામા, ભમરોજી હિરજી ચૌહાણ (આશાપર)ના જમાઇ, જેઠુભા, નરપતસિંહ, રાજેન્દ્રસિંહના બનેવી તા. 31-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું દરબારગઢની ડેલી ખાતે.  

બેંગ્લોર : મૂળ રોઝુ (જિ. પાટણ) બાબુલાલ અરજણભાઇ ગુંદેચા તે રંજનબેન ગુંદેચાના પતિ, ભરતભાઈ બાબુલાલ ગુંદેચાના પિતા, શૈલેષભાઈ પુનાભાઈ ગુંદેચા અને હરેશભાઈ પુનાભાઈ ગુંદેચાના કાકા, સ્વ. સાકરબેન ધનજીભાઈ સીતાપરા (અંતરજાળ)ના જમાઈ, ફેનીબેન ભરતભાઈના સસરા, સ્વ.પુનાભાઈના ભાઈ, હીનાબેન ભાવેશકુમાર સૂર્યકાંતભાઈ અગારા અને શીતલબેન રોહનકુમાર સુરેશભાઈ દુધૈયાના પિતાકંકુબેન, કમલાબેન ભાલારા અને હર્ષિકાબેન સીતાપરાના ભાઈ, શામજીભાઈ, સ્વ. વેલજીભાઈ, રસિકભાઈ, નાનાલાલ, અમૃતભાઈના બનેવી, જિહન, ઋત્વાના દાદાકુંજિતા, દૈવિક અને ઋષિકાના નાના તા.25-1-2026ના અવસાન પામ્યા છે.  પ્રાર્થનાસભા તા. 2-2-2026ના  સોમવારે સાંજે 4થી 5 ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ, આદિપુર ખાતે. ધાર્મિકવિધિ રોઝુ  ખાતે તા. 6-2-2026ના.  

Panchang

dd