• મંગળવાર, 25 જૂન, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ દેલમાલના સ્વ. ચંદુભાઇ ઘનશ્યામભાઇ જેઠી (..67) તે સ્વ. રમણીકભાઈના નાનાભાઈ, સ્વ. મનુભાઈ, નટવરભાઈના મોટાભાઈ, શશીબેનના દિયર, શાંતાબેન અને જયાબેનના જેઠ, મયૂર, સંજયના મોટાબાપા, સ્વ. ભૂપતભાઈ, નવીનભાઈ, રાજેશભાઈ, નરેશભાઈ, મોહનભાઈના કાકા તા. 9-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.12-2-2024 સોમવારે સાંજે 5થી 6 જેઠી સમાજનીવાડી, સુમરા ડેલી ભુજ ખાતે. 

ભુજ : નલીનભાઇ ઠાકર (નિવૃત્ત જી..બી.) (.. 68) તે નીતાબેન ઠાકરના પતિ, વિધિ પુલીનકુમાર ભટ્ટ, વિત્તિ ઠાકરના પિતા,  સ્વ. હેમલતાબેન હિંમતલાલ ઠાકરના પુત્ર, સુધીરભાઇ, અનિલભાઇ, સ્વ. ઉપેન્દ્રભાઇ, મૃદુલાબેન, સુસ્મિતાબેનના ભાઇ, સ્વ. જ્યોતિબેન, ગં.સ્વ. રસિકાબેનના દિયર, જેતલ, મેઘલ, ફેનિલ, નિરવના કાકા, પુલીન જનકભાઇ ભટ્ટ (માધવપુર)ના સસરા,  સ્વરના નાના, ગં.સ્વ. હંસાબેન કનકચંદ્ર ભટ્ટ (નલિયા)ના જમાઇ તા. 9-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-2-2024ના સોમવારે સાંજે 4થી 5 શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ ખાતે.

ભુજ : રાયમા જૈનબ ઇસ્માઇલ (.. 75) તે રાયમા ઇસ્માઇલ કાસમ (એસ.ટી. ભુજ)ના પત્ની, બશીર, આરીફ, ગની, નઝમા, રેહાનાના માતા, રાયમા કાસમ હસણ (ડોણવાળા)ના સાસુ, . રાયમા વિરમ રાઉ (કોડાય)ના પુત્રી, રાયમા ઉમર વિરમના બહેન, આર્યન, અયાન, અહમાન, રાહત, અક્સના દાદી, ફિઝા, હીના, કૌસર, કોનેનના નાની તા. 10-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ તથા જિયારત તા. 12-2-2024ના સોમવારે સવારે 10થી 11 વાગ્યે ખલીફા જમાતખાના, કમલાણી?ફળિયા, ભીડગેટ, ભીડનાકા પાસે. 

અંજાર : ભાવિશાબેન હરિલાલ કાતરિયા (.. 20) તે ડાયબેન મેઘજી કાતરિયાના પૌત્રી, કમલબેન હરિલાલના પુત્રી, સુરાલી, અંકિતના બહેન, સોનમ અંકિત કાતરિયાના નણંદ તા. 9-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-2-2024ના સોમવારે બપોરે 3.30થી 4.30 યદુવંશી સોરઠિયા સમાજવાડી (શ્રી રાધેક્રિષ્ના વાડી) મહાદેવ નગરની બાજુમાં રામનગર ખાતે. 

અંજાર : .ગુ.ક્ષ. (મિત્રી) મૂળ ગામ નાગલપર રસીલાબેન (પારૂબેન) (.. 63) તે રવજીભાઇ વલમજીભાઇ ટાંકના પત્ની,  સ્વ. પાર્વતીબેન વલમજી હીરજીભાઇ ટાંકના પુત્રવધૂ,  સ્વ. મોહનલાલ, કાંતિલાલ, ગં.સ્વ. શારદાબેન અરુણભાઇ પરમાર (ગળપાદર)ના ભાભી, ગં.સ્વ. મીતાબેન, દક્ષાબેનના જેઠાણી, મનીષાબેન ધર્મેશભાઇ રાઠોડ (આદિપુર), મહેન્દ્રભાઇના માતા, સ્વ. મણીબેન રામજીભાઇ વરૂ (જાંબુડી)ના પુત્રી, રતનશીભાઇ (ચકાર કોટડા), ઇશ્વરભાઇ (માધાપર), ગં.સ્વ. ચંપાબેન નરભેરામભાઇ રાઠોડ (ગળપાદર), ગં.સ્વ. દયાબેન લાલજીભાઇ ચૌહાણ (અંજાર), જયશ્રીબેન દિનેશભાઇ રાઠોડ (માધાપર)ના બહેન, રીટાબેન, રેખાબેનના નણંદ, રાજીવ, મોહિત, ધાર્મિકના મોટા બા, શીતલબેન, દિશાબેનના મોટા સાસુ, જીનલ, માનવના નાની તા. 9-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-2-2024ના સોમવારે .ગુ.ક્ષ. સમાજ ભવન મિત્રી સમાજવાડી મધ્યે સાંજે 4થી 5 દરમ્યાન ભાઇઓ તથા બહેનોની સંયુકતમાં.

અંજાર : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મૂળ વરસામેડીના રજનીકાંતભાઇ વ્યાસ (.. 67) તે ગં.સ્વ. પ્રજ્ઞાબેનના પતિ, સ્વ. નર્મદાબેન ચંદુલાલ વ્યાસના પુત્ર, સ્વ. હરિલાલભાઇ, સ્વ. ત્રવેણીબેન, વાસુદેવભાઇ, લાલજીભાઇ, સ્વ. વિનોદભાઇના નાના ભાઇ, કનકભાઇ, હર્ષદભાઇના મોટા ભાઇ, ગં.સ્વ. શારદાબેન, સ્વ. મધુબેન, સ્વ. કમળાબેન, ગં.સ્વ. રમાબેનના દિયર, મમતાબેન, વર્ષાબેનના જેઠ, સ્વ. જયાબેન પ્રાણલાલ પંડયાના જમાઇ, ધર્મેન્દ્રભાઇ (સન્ની)ના બનેવી, સ્વાતિ ભવદીપ ઠાકર, ઉર્વી તથા મીતના પિતા તા. 9-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-2-2024ના સોમવારે સાંજે 4.30થી 5.30 અંજાર ઔદિચ્ય બ્રહ્મસમાજવાડી ટીંબી કોઠા, અંજાર મધ્યે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

માંડવી : નીતિન લાલજીભાઇ નાકર (શર્મા) (નાસિક) (.. 50) તે ગં.સ્વ. ગંગાબેન લાલજી કલ્યાણજી નાકર (શર્મા) (નાસિક)ના પુત્ર, વૈશાલીબેનના પતિ, પાર્થના પિતા, રાજેન્દ્રભાઇ (માંડવી), ગં.સ્વ. સરલાબેન રમેશભાઇ માકાણી (આદિપુર), સ્વ. નવીનભાઇ, સ્વ. લતાબેન ચંપકલાલ માકાણી (બેરાજા)ના ભાઇ, મંજુલાબેન, પુષ્પાબેનના દિયર, પ્રીતિ જતીનભાઇ જોશી, નીતેશ, કાર્તિક, મેહુલના કાકા, ગં.સ્વ. વંદના વિમલભાઇ નાગુ (કડી), હિતેશ, નિલેશના મામા, બેનાબેનના કાકાજી સસરા, ગં.સ્વ. મીનાબેન જમનાદાસ પેથાણીના જમાઇ, સ્વ. પ્રાણજીવન, સ્વ. ઉમિયાશંકર, સ્વ. કસ્તુરબેન, સ્વ. મીઠીબેન, ગં. સ્વ. હીરાબેન, ગં.સ્વ. દમયંતીબેનના ભત્રીજા, અમિત, ગોપાલ, કલ્પના, રેખા, પ્રીતિ, રાજેશ્રી, મીના, દીપા, હિનાના કાકાઇ ભાઇ, લીનાબેન, ભાવિકાબેનના કાકાઇ જેઠ, સ્વ. કેશવજી અજરામલ વ્યાસ, સ્વ. દેવકાબેન, સ્વ. હીરુબેનના ભાણેજ તા. 9-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 11-2-2024ના રવિવારે રાજેન્દ્રભાઇના નિવાસસ્થાને નીલકંઠનગર, માંડવી (ખેતરપાળ દાદાના મંદિર પાસે) 3થી 5 વાગ્યે.

ડગાળા (તા. ભુજ) : સામજીભાઇ રવાભાઈ વરચંદ (બોદાણી) (.. 79) તે ગં. સ્વ. રૂપાબેન સામજીભાઈ વરચંદના પતિ, બાબુભાઇ રવાભાઈ વરચંદના ભાઈ, ખીમજીભાઈ સામજીભાઈ વરચંદ, કાનજીભાઈ સામજીભાઈ વરચંદ, માવજીભાઈ સામજીભાઈ વરચંદ, ફુલાબેન વરજાંગભાઈ ઢીલાના પિતા, શંકરભાઈ બાબુભાઇ વરચંદ, ખીમજીભાઈ ગોપાલભાઈ વરચંદના કાકા તા.10-2-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર (બેસણું) નિવાસસ્થાને, ડગાળા ખાતે.

થરાવડા નાના (વરલી) (તા. ભુજ) : મરઘાબેન કરમશીભાઈ ભગત (સુરાણી) (.. 92) તે શામજીભાઈ વાલજીભાઈના ભાભી, જેન્તીભાઈ, રમેશભાઈ, બાબુભાઈ, અશોકભાઈ, શાંતાબેન, અરૂણાબેનના માતા તા. 09-02-2024ના અવસાન પામ્યા છે. બેસણું બાબુભાઈ કરમશીભાઈ ભગતના નિવાસસ્થાને.

ગઢશીશા (તા. માંડવી) : મેમણ અબ્દુલ કરીમ (અબ્દુલશેઠ) (મૂળ વતન ગઢશીશા હાલે દાર--સલામ) તે . દાઉદ અબ્દુલ્લાહ (રમજુશેઠ)ના મોટા પુત્ર, હારૂન, મોહંમદ રફીક અને મોહંમદ સલીમના ભાઇ, . હાજી અબુબખર (ઝાંઝીબાર), . હાજી .ગફુર (ગઢશીશા), . સુલેમાન (ગઢશીશા), . રુકિયાબાઇ સિધીક (માંડવી)ના ભાણેજ તા. 10-2-2024ના દાર--સલામ મધ્યે અવસાન પામ્યા છે. .ના ઇશાલ--સવાબ તા. 11-2-2024ના રવિવારે બપોરે 3.30થી 4 વાગ્યે વાયેઝ જિયારત 4થી 5 કલાકે મેમણ જમાત ખાના, ગઢશીશા મધ્યે.

નાના લાયજા (તા. માંડવી) : હરિ રતન જામ (..18) તે નારાણ માણેકના પૌત્ર, શિવમ્, ડીમ્પલ (હિના)ના ભાઇ, પબુ ખીમરાજ બારોટ (કોટાયા)ના દોહિત્ર તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તથા ઉત્તરક્રિયા તા. 18-2-2024ના રવિવારે નિવાસસ્થાને વાડી વિસ્તાર મધ્યે. 

રામપર વેકરા (તા. માંડવી) : હાસબાઇ રામજીભાઇ બુચિયા (મારવાડા) (..95) તે સ્વ. રામજી પાચાભાઇ બુચિયાના પત્ની, આચાર, પરબત, કાનબાઇ, લક્ષમીબાઇ, દેવલબાઇના માતા, સ્વ. વિશ્રામભાઇ, વેલજી, દેવજી. સ્વ. વિરજી, સ્વ. લાલજી, વાલજી, ચાપુબાઇ, શામાબાઇ, ગાગુબાઇ, માનાબાઇના કાકી, ખેંગાર દામજી બડગા (બળદીઆ), નારણભાઈ જખુભાઇ લોંચા (આદિપુર), રમણીક નારણ મંગરીઆ (બિદડા)ના સાસુ, ડાઇબાઇ, રાજબાઇ, મીણાબાઇ, ભચીબાઇ, મંગીબાઇ, કંકુબાઇના સાસુ, રમેશ બાબુલાલ, અશ્વિન, જશુબાઇ, હીના, રશ્મી, જયા, જયશ્રી, અરવિંદ, અશોક, જગદિશ, ચમન હિરજી, વિનોદના દાદી, સ્વ. રામજી સંજોટ (બિદડા), રતિલાલ સંજોટ, થાવર સંજોટ, દેવજી સંજોટના ફઇ, કાન્તા, ભારતી, હીના, દીપા, ભાવના, વૈશાલી, હંસા, જશોદા, અશ્વિન, રમેશ (ભલું)ના નાની તા. 9-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ (દિયાડો) તા. 18-2-2024ના સાંજે આગરી અને તા. 19-2-2024ના સવારે પાણીયારો મફતનગર રામપર વેકરા ખાતે.

મોટા આસંબિયા : ભાવિન મુકેશ ચૌહાણ (જણસારી) (..48) તે સ્વ. મુકેશ ઝવેરીલાલ જણસારી અને સાધનાબેનના પુત્ર, વર્ષાબેનના પતિ, નિરલ, હેમાંશીના પિતા, ભાવેશ, અમિત, હિતેનના ભાઇ, બાલાબેન (ભુજ), બિહારીલાલ ખીમજી જરાદીના જમાઇ તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 12-2-2024ના મોટા આસંબિયા રાણીમા સેનેટોરિયમમાં સાંજે 4થી 5 વાગ્યે. 

નોખાણિયા : કોલી ઉમર મામદ (..60) તે ભાણબાઇના પતિ, સ્વ. મામદ વિસરામ કોલીના પુત્ર, કાનજી, રહીમાબાઇ, મોંઘીબાઇ, કાન્તાબાઇના પિતા, ખમુ નારાણ, મામદ બીજલ, શામજી બીજલના સસરા, સુમાર મામદ, રામજી મામદ, રવજી મામદ, અરજણ મામદ, રમેશ મામદ, સ્વ. હવાબાઇ, બાયાંબાઇ, લખીબાઇ, રામુબાઇના ભાઇ, ડોસલ ગગુ, વલુ રવા, ભીખા હાસમ, મેગા વીશાના સાળા, ભચીબાઇ સુમાર, જલીરામજી, હાસુબાઇ રવજી, રિયાબાઇ?અરજણ, લખીબાઇ રમેશના જેઠ, હરિ, ધનજી, સુરેશ, ભમજીના દાદા તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. તા. 18-2-2024ના આગરી ભજનભાવ તા. 19-2-2024ના પાણી સવારના 7.30 કલાકે નોખાણિયા કોલીવાસ ખાતે. 

બેલા : વનેચંદભાઇ (.. 82) તે સ્વ. જીવીબેન ગાવિંદજી વાઘજી મહેતાના પુત્ર, રાઘવજી વાઘજીના ભત્રીજા,  ભાગ્યવંતીબેનના પતિ, સ્વ. રમણીકભાઈ, સ્વ. ત્રિભુવનભાઈ, ચંદુભાઈ, ધીરજભાઈ, મનસુખજી સ્વામીના સંસાર પક્ષે ભાઈ, સ્વ. જીતુબેન પ્રભુલાલ મોરબિયા, કમળાબેન ખીમજીભાઈ દોશી, મંછીબેન બાબુલાલ ગાંધી, શારદાબેન નાનાલાલ ખંડોલના ભાઈ, બિપિન, નીતિન, લીનેશ , પ્રજ્ઞા, વર્ષાના પિતા, રાપરના ઝવેરચંદ લક્ષ્મીચંદ દોશીના જમાઈ, વીણા, ભ્રાંતિ, હિના, વિરલકુમાર તથા કેતનકુમારના સસરા, રચના કેનિલ દોશી, આયુષી રાજ શાહ, ભવ્યા-જૈનીત, દ્રષ્ટિ, સાજના દાદા, સમર્થ, તનુશી, વિદિતના નાના તા. 10-2-2024ના સુરત મધ્યે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. બિપિનભાઈ -92283 31242. 

નાના નખત્રાણા : રબારી લાખાભાઇ ખેંગારભાઇ ખટાણા શિણાઇ (.. 79) (ભૂતપૂર્વ નખત્રાણા તા.પં. સદસ્ય માકપટ) રબારી નાત પટેલ) તે ભચીબેનના પતિ,  કાનાભાઇ, બુધાભઇ, મીણાબેન ખીમાભાઇ (માધાપર), મગીબેન રાજાભાઇ (સરગુઆરા)ના પિતા, સ્વ. કાનાભાઇ, ધાલાભાઇ,?ખીમાભાઇ, મગીબેન વેરશી (ભુજોડી)ના મોટા ભાઇ, બીજલ, જેશા, હમીર, ઇશ્વરના કાકા, સ્વ. જીવાભાઈ આશા, સ્વ. દેવાભાઈ, વંકાભાઇના ભત્રીજા, રવજી, ભરત, ભાવેશ, સંતુબેન, મંજુબેન, જીનુબેનના દાદા, સ્વ. દેવાભાઇ પચાણભાઇ ઉખેડાના જમાઇ,  સ્વ. વંકાભાઇ, સ્વ. રામાભાઇના બનેવી તા. 10-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11 અને 12-2-2024ના રવિ, સોમ બે દિવસ સવારે 8.30થી 11, બપોરે 3થી 5 નિવાસસ્થાને નાના નખત્રાણા ખાતે.

મંગવાણા (તા. નખત્રાણા) : ખલીફા જલુબાઇ હસન (..80) તે . હસન સાલેમામદના પત્ની, ખલીફા અજીજ હસન, . જેનાબાઇ, રજિયાબાઇના માતા, ખલીફા સલીમ, ખલીફા આરીફના દાદી,  ખલીફા અનવર, ફકીરમામદ, અબ્દુલ જુસબ,  સલીમ જાકબના મોટી મા, કાસમ ઇસ્માઇલ, રોમતબાઇ સાલેમામદ, ફાતમાબાઇ અલીમામદના ભાભી, ઇબ્રાહીમ જુસબ (બિબ્બરવાળા)ના માસી તા. 10-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત નિવાસસ્થાન તા. 12-2-2024ના સવારના 10 વાગ્યે. 

પલીવાડ (યક્ષ) (તા. નખત્રાણા) : હાલે મંડણગડ (મહારાષ્ટ્ર) શાંતિભાઈ ડાહ્યાભાઇ પોકાર (.. 58) તે વિમળાબેનના પતિ, સ્વ. હીરુબેન ડાહ્યાભાઇના પુત્ર, પ્રેમજીભાઇના  નાના ભાઇ, સ્વ. હંસરાજભાઇ, લક્ષ્મીબેન (છોટા ઉદેપુર)ના મોટા ભાઇ, મુકુંદ, જાગૃતિ, નેહાના પિતા, મીત્તલબેનના સસરા, મંજુલા, ભાવના, હેમલતા, ચેતના, હિના, દિનેશના કાકા, આશિષ, હેતલના મોટા બાપા, કસ્તુરબેનના દિયર, હંસાબેનના જેઠ, હરિલાલ ધનજી ભીમાણી (દેવપર-યક્ષ)ના જમાઇ તા. 10-2-2024ના મંડણગડ (મહારાષ્ટ્ર) ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 12-2-2024ના સોમવારે સવારના 8થી 10.30 વાગ્યે શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી પલીવાડ (યક્ષ) ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang