• ગુરુવાર, 05 માર્ચ, 2026

ભારત-અમેરિકા વચ્ચે સંધિ સાથે ખટાશ ધોવાઇ

આર્થિક મોરચે અમેરિકાએ ભારતની સામે તાણેલી તલવાર હવે મ્યાન કરી હોવાનું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉત્સાહજનક  જાહેરાત પરથી જણાઈ રહ્યંy છે.  એક તરફ ટ્રમ્પે ભારતની સામે લદાયેલા આકરા ટેરિફમાં ઘટાડો જાહેર કર્યો છે, તો લાંબા સમયથી અટવાયેલી વેપાર સમજૂતી માટે ભારત અને અમેરિકા વચ્ચે સમંતિ સધાઈ છે.  આમ છેલ્લા થોડા સમયથી બન્ને દેશો વચ્ચે વ્યાપાર મોરચે સર્જાયેલી તંગદિલીનો અંત આવી રહ્યો છે. સોમવારે અમેરિકાના વડાપ્રધાને સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે, ભારત સાથે વેપાર સમજૂતી માટે સંમતિ સધાઈ છે તે મુજબ પ0 ટકા જકાતને  ઘટાડીને 18 ટકા કરી દેવાશે. સાથોસાથ ટ્રમ્પની આ જાહેરાતના પ્રતિસાદમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની વસ્તુઓની સાથે જકાત અને તે સિવાયના નિયંત્રણોને દૂર કરવાનાં પગલાં લેવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. રશિયાના ક્રૂડતેલની આયાત સહિતના મુદ્દે ભારત પર દબાણ લાવવા ટ્રમ્પે પ0 ટકા ટેરિફ લાદવાનું પગલું લીધું હતું. ત્યારથી બન્ને દશો વચ્ચેના સંબંધમાં ખટાશ આવી ગઈ હતી, પણ સોમવારના ઘટનાક્રમે આ ખટાશને ધોઈ નાખીને સંબંધોમાં નવી આશાનો સંચાર કર્યો છે. સાથોસાથ ભારતે અમેરિકાના ટેરિફના તોડ માટે દુનિયાભરમાં વિકલ્પ શોધવા શરૂ કરેલા પ્રયાસો સફળ થઈ રહ્યા છે તેની વચ્ચે આ અહેવાલે ભારતના આર્થિક ચિત્રને વધુ ઉજળું બનાવી મૂક્યું છે. અમ તો અમેરિકાએ પ0 ટકા ટેરિફ લગાવ્યો હેવા છતાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ તેલની ખરીદી યથાવત્ રાખી હતી.  હવે જે રીતે ટ્રમ્પે દાવો કર્યો છે કે, ભારત હવે રશિયાના ક્રૂડની ખરીદી બંધ કરીને અમેરિકા પાસે વધુ પ્રમાણમાં ખરીદી કરશે.   અમેરિકાના રાષ્ટ્રપતિની વાત માનીએ તો ભારત કદાચ પોતાની ક્રૂડની જરૂરત પૂરી કરવા વેનેઝુએલા પાસેથી પણ ક્રૂડની ખરીદી કરી શકે છે.  આ બધા વચ્ચે ભારતના રશિયા સાથેના સંબંધને જોતાં મોદી રશિયન ક્રૂડની ખરીદી સાવ અટકાવે છે કે કેમ તે જોવાનું રહેશે.  ભારત અને અમેરિકા વચ્ચેના વેપારી સંબંધોમાં રશિયન ક્રૂડની સાથોસાથ ભારત પોતાના કૃષિ ક્ષેત્રને અમેરિકા માટે ખોલવા તૈયાર ન હોવાનો મુદ્દો પણ અંતરાય બની રહ્યો હતો. આમ તો ટ્રમ્પે ભારત સામેનો ટેરિફ ઘટાડવા કરેલી જાહેરાતથી જાગેલા આશાસ્પદ માહોલમાં હજી બન્ને દેશ વચ્ચેની વેપાર સમજૂતી આખરી સ્વરૂપ કેવું હશે તેની ઉપર સૌની નજર મંડાયેલી છે.  આ સમજૂતીમાં કયા મુદ્દા પર કેવું વલણ લેવાય છે તે જોવાનું રહેશે.  ભારતે અત્યાર સુધી અમેરિકાના હઠાગ્રહની સામે સાવધાની રાખીને મક્કમ વલણ લીધું છે તે આ સમજૂતીમાં પણ પ્રતિબિંબિત થાય એવી અપેક્ષા દેશવાસીઓ રાખી રહ્યા છે. ખાસ તો દેશના કિસાનો અને કૃષિક્ષેત્રના હિતોને જાળવવાનો પડકાર હજી ભારતે પાર પાડવાનો રહેશે.  એક વાત નક્કી છે કે, ટ્રમ્પની સોમવારની જાહેરાત માત્રએ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને ફરી પાટે ચડાવી દીધા છે. 

Panchang

dd