ભારતીય લોકશાહીમાં સરકારની સાથે વિપક્ષનું ઘર્ષણ ગંભીર અને અપ્રિય
કડવાશ ઊભી કરી રહ્યંy છે. મતમતાંતરથી વધુ આગળ વધી રહેલા આ સંઘર્ષમાં વિપક્ષ
શાસિત રાજ્યોમાં કેન્દ્ર સરકારના બંધારણીય પ્રતિનિધિ રાજ્યપાલોને નિશાન બનાવવાનું ચલણ
હવે સામાન્ય બની રહ્યંy છે. વિપક્ષ
શાસિત તામિલનાડુ અને કેરળની વિધાનસભાઓમાં જે
રીતે રાજ્યપાલોને તેમના સંબોધન કરતા રોકવામાં આવ્યા તે સંસદીય લોકશાહી માટે લાલબત્તી
સામન છે. ભારતીય સંસદીય વ્યવસ્થામાં રાજ્યપાલના હોદ્દાને ગરીમા, સંતુલન અને પરંચરાનું પ્રતીક ગણવામાં આવે છે.
રાજ્ય વિધાનસભાના દરેક સત્રનો આરંભ રાજ્યપાલના
સંબોધન સાથે થતો હોય છે. બંધારણ મુજબ રાજ્યપાલે રાજ્ય સરકારના મંત્રીમંડળ દ્વારા સ્વીકૃત
ભાષણને વાંચવાનું હોય છે, તેમાં તેઓ પોતાનો વ્યક્તિગત મત આપી
શકતા નથી, પણ કેરળ અને તામિલનાડુ વિધાનસભામાં જે કાંઈ બન્યું તેનાથી રાજભવન અને રાજ્ય સરકારો વચ્ચેના સંઘર્ષમાં ઉમેરો
થયો છે. કેરળમાં પિનરાઈ સરકારનો આરોપ છે કે, રાજ્યપાલ રાજેન્દ્ર
આર્લેકરે મંત્રીમંડળે બહાલ કરેલા સંબોધનનું વાચન કર્યું ન હતું. કેન્દ્રની આર્થિક નીતિને લીધે કેરળને જે મુશ્કેલીનો
સામનો કરવો પડયો તે મુદ્દા રાજ્યપાલે વાંચ્યા ન હતા, તો તામિલનાડુમાં
રાજ્યપાલ આર.એન. રવિએ નિયત સંબોધનમાં તથ્યો સાચા ન હોવાનું અને રાષ્ટ્રગાનનું માન જળવાયું
ન હોવાનું કારણ આગળ ધરીને પ્રવચને વાંચ્યું ન હતું. દેશની સંઘીય વ્યવસ્થામાં રાજ્યપાલ
માટે બંધારણીય મર્યાદાઓ પરિભાષિત કરાઈ છે, તેઓ તેમની ફરજ બંધારણના
સંરક્ષક તરીકે બજાવે એવી અપેક્ષા રખાતી હોય છે, તેની કાર્યપદ્ધતિને
રાજકારણથી પર રાખવાની હોય છે. રાજ્યપાલ વિધાનસભામાં ઊભા થઈને સંબોધન વાચવાનો ઈન્કાર
કરીને રાજકીય વલણ લે એ પણ યોગ્ય ગણી શાકાય નહીં.
એવું નથી કે, રાજ્યપાલના સંબોધનમાં વિવાદ થયો હોય એવો
આ પ્રથમ પ્રસંગ હતો. તામિલનાડુ અને કેરળના બનાવોનો સાર અને સૂર એક સમાન છે. તામિલનાડુમાં
રાજ્યપાલ અગાઉ પણ સંબોધન અધૂરું છોડીને જતા રહ્યા હતા, તો કેરળમાં
અમુક ખરડા લાંબા સમયથી રાજ્યપાલની બહાલીની રાહમાં અટવાયા છે. ગયાં વર્ષે સવોચ્ચ અદાલતે
એક મહત્ત્વના ચુકાદામાં કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ કે રાજ્યપાલો
ખરડાને બહાલી કેટલા સમયમાં આપે તેની સૂચના અદાલત આપી શકે નહીં. ખેરખર તો રાજ્યપાલો
અને રાજ્ય સરકારોએ આવા સંઘર્ષને ટાળીને બંધારણીય વ્યવસ્થાને જાળવવા માટે ખાસ ધ્યાન
આપવાની જરૂરત છે. બંનેએ આવા રાજકીય વિવાદ સર્જીને લોકશાહીના સંતુલનને ખોરવવાથી અળગા
રહેવું જોઈએ.