નવી દિલ્હી, તા. 16 : ઈન્દોરના
ડેલી કોલેજ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ગ્રુપ સ્ટેજ મેચમાં સૌરાષ્ટ્રની
ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા હરિયાણાને 6 વિકેટે કારમો પરાજય આપ્યો છે.
119 રનના
લક્ષ્યાંકને સૌરાષ્ટ્રે માત્ર 13.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી આસાનીથી હાંસલ કરી
લીધો હતો. ટોસ જીતીને પ્રથમ બાટિંગ કરવા ઉતરેલી હરિયાણાની ટીમ સૌરાષ્ટ્રની શિસ્તબદ્ધ
બાલિંગ સામે 20 ઓવરમાં
9 વિકેટે
માત્ર 118 રન
જ બનાવી શકી હતી. હરિયાણા તરફથી વિકેટકીપર યશવર્ધન દલાલે એક છેડો સાચવી રાખતા 54 બોલમાં
65 રનની
લડાયક ઈનિંગ્સ રમી હતી. જોકે, અન્ય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા
હતા.