ગુંદાલા ચોકડી પાસે અજાણ્યા વાહને પ્રૌઢને અડફેટે
લેતા ગંભીર ઇજાનાં પગલે મૃત્યુ
માંડવી/ભુજ, તા. 16 : માંડવી
તાલુકાના લાયજા પાસે આજે સાંજે ઊભેલી ટ્રકમાં બાઇક અથડાતાં બાઇકચાલક રેલડિયા મંજલના
19 વર્ષીય
યુવાન જિતેન્દ્ર દામજી મહેશ્વરીનું ગંભીર ઇજાનાં
પગલે તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે તેમની સાથે તેમની બે બહેનોને ઇજા પહોંચી
હતી. બીજી તરફ ગઇકાલે રાતે મુંદરાના ગુંદાલા-પત્રી
ચોકડી પાસે અજાણ્યા વાહને નવસારી બાજુના 58 વર્ષીય પ્રૌઢ વિનોદભાઇ નાથુભાઇ
દેશમુખને હડફેટે લઇ મોતને ઘાટ ઉતાર્યા હતા. લાયજા અકસ્માત અંગે તપાસ કરતાં ખેતી કામની
મજૂરી કરી શ્રમજીવી આશાસ્પદ યુવાન જિતેન્દ્ર આજે માંડવીથી પોતાનું કામ પતાવી પોતાના
ઘેર મંજલ રેલડિયા જઈ રહ્યો હતો. તેની સાથે તેની બે નાની બહેનો હતી જે પોતાના બાઈક નં.
જી.જે.-12-બી.પી.-3594થી
લાયજા ચોકડી પાસે પહોંચ્યો ત્યાં ઊભેલી ટ્રક નં. જી.જે.-12-બી.ટી.-
4646માં
અથડાતાં તેની સાથે રહેલી બે નાની બહેનોને મૂઢ ઈજા સાથે ઘાયલ થઈ હતી, પરંતુ જિતેન્દ્રને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક માંડવી હોસ્પિટલ
લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં
જિતેન્દ્રના બે ભાઈઓ તથા માંડવીના આગેવાનો મુકેશ મોથારિયા, જગદીશ
થારૂ, સચિન પારિયા, નરેન સોની, વિજય માતંગ, કિશોર ડોરૂ, ખુશાલ
મુછડિયા, મહેન્દ્ર કોચરા વિગેરે મોટી સંખ્યામાં યુવાનો હોસ્પિટલે
દોડી આવ્યા હતા. પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ આજે પ્રાગપર પોલીસ
મથકે જમાલપોર, તા. જિ. નવસારીના સ્નેહલબેન વિનોદભાઈ દેશમુખે નોંધાવેલી
ફરિયાદ મુજબ ગઈકાલે તા. 15/11ના રાત્રે નવેક વાગ્યાના અરસામાં માંડવી-અંજાર
નેશનલ હાઈવે ગુંદાલા-પત્રી ચોકડી પાસે અજાણ્યા વાહને તેમના પિતા વિનોદભાઈને અડફેટે
લઈ માથાં તથા પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે અજાણ્યા વાહનચાલક
વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.