• રવિવાર, 15 નવેમ્બર, 2026

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બિહાર સામે સૌરાષ્ટ્રનો પાંચ વિકેટે વિજય

નવી દિલ્હી, તા. 14 : સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બિહાર સામે સૌરાષ્ટ્રનો પાંચ વિકેટે વિજય થયો હતો. સૌરાષ્ટ્રની ટીમે 16.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 138 રન બનાવી જીત હાંસલ કરી લીધી હતી પ્રથમ બાટિંગ કરતા બિહારની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 137 રન જ બનાવી શકી હતી. બિહાર તરફથી સૌથી યુવા કેપ્ટન વૈભવ સૂર્યવંશીએ 12 બોલમાં 18 રનનું યોગદાન આપ્યું હતું, ચેતન સાકરિયાએ તેને પોતાની જ બાલિંગમાં કેચ આઉટ કરીને પેવેલિયન પરત મોકલ્યો હતો. બિહાર માટે પૃથ્વી શોભિત રાજે 27 બોલમાં સૌથી વધુ 38 રન અને અલ્તામિશ અશરફે 24 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર તરફથી બાલિંગમાં ચેતન સાકરિયા અને પ્રેરક માંકડે 3-3 વિકેટ ઝડપી  હતી. 138 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમે 16.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 138 રન બનાવી જીત હાંસલ કરી લીધી હતી. સૌરાષ્ટ્ર માટે ગાંધીધામના હરવંશ પંગાલિયાએ માત્ર 11 બોલમાં 33 રનની તોફાની ઈનિંગ્સ રમી હતી. મધ્યમક્રમમાં 95 રને 5 વિકેટ ગુમાવ્યા બાદ રુચિત આહીર (અણનમ 21) અને સિદ્ધાંત રાણાએ (અણનમ 21) જવાબદારીપૂર્વક બાટિંગ કરીને 21 બોલ બાકી રાખીને ટીમને વિજય અપાવ્યો હતો. બિહાર તરફથી સૂરજ કશ્યપે 3 વિકેટ ઝડપી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd