ભુજ માર્કેટયાર્ડમાં લાભપાંચમે કાંટાપૂજન અને નવા
વર્ષે 81 લાખના
મુહૂર્તના સોદા
ભુજ, તા. 14 : અહીંની
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના માર્કેટયાર્ડમાં લાભપાંચમે કાંટાપૂજન અને નવા વર્ષના
મુહૂર્તના આશરે રૂા. 81 લાખના સોદા થયા હતા. કાંટાપૂજન ધારાસભ્ય કેશુભાઈ
પટેલ,
ચેરમેન શંભુભાઈ જરૂ, વાઈસ ચેરમેન મહેશભાઈ ઠક્કર
તથા ડાયરેક્ટરોના હસ્તે કરાયું હતું, અધ્યક્ષસ્થાનેથી ધારાસભ્ય
કેશુભાઈએ જણાવ્યું હતું કે, એપીએમસી માર્કેટ એ ખેતપેદાશનાં વેચાણ
માટે વિશ્વાસનું પ્રતીક છે, આથી ખેડૂતભાઈઓએ માર્કેટયાર્ડમાં જ
માલનું વેચાણ કરવું જોઈએ. સરકાર પણ ખેતપેદાશોની સંગ્રહક્ષમતા વધે તે માટે ખૂબ જ પ્રયત્નશીલ
છે. હાલમાં જ ભુજ એપીએમસીના માર્કેટમાં છ વિશાળ વેરહાઉસનું બાંધકામ પૂર્ણ થવા જઈ રહ્યું છે, જેમાં રાજ્ય સરકારે
સબસિડી રૂપે માતબર રકમની ફાળવણી કરી છે. કાંટાપૂજન બાદ તરત જ નવા વર્ષના મુહૂર્તના
સોદાઓ કરવામાં આવ્યા હતા, જેમાં ઓક્સન ક્લાર્ક ભૂપતસિંહ જાડેજા
દ્વારા બોલી બોલાવાતાં શુકનવંતી ખેતપેદાશ મગની હરરાજી પ્રથમ કરવામાં આવી હતી,
જેમાં મગનો સૌથી ઊંચો આંક 17021 પ્રતિ
ક્વિન્ટલના શ્રીહરિ એન્ટરપ્રાઈઝ (દીપકભાઈ ઠક્કરે)એ આપતાં તેઓને મુહૂર્તની ખરીદી પ્રાપ્ત
થઈ હતી. આ સોદામાં કમિશન એજન્ટ તરીકે આશાપુરા ટ્રેડર્સ રાજેશભાઈ ઠક્કર રહ્યા હતા. ત્યારબાદ
ક્રમશ: અન્ય હરરાજીઓ થતા કુલ રૂા. 81 લાખના સોદા થયા હતા. આ પ્રસગે
ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, અગ્રણી ડો. મુકેશભાઈ
ચંદે, ડાયરેક્ટર અજિતભાઈ ઠક્કર, નવીનભાઈ
ગણાત્રા, રાજેશભાઈ ઠક્કર, રાજેન્દ્રાસિંહ
જાડેજા તથા પૂર્વ ડાયરેક્ટર હિંમતલાલ ઠક્કર, મનસુખભાઈ વોરા,
ભરતભાઈ ઠક્કર, પી. સી. શાહ તેમજ વેપારીઓ તથા ખેડૂતો
તથા હમાલભાઈઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. વ્યવસ્થા સમિતિના સેક્રેટરી એસ. એસ.
બરારિયા, આસી. સેક્રેટરી એસ. સી. ગોર, આર.
એસ. આહીર, જી. આર. ગઢવી, ડી. એસ. ગોર,
વી. વી. ગાગલ, એન. એસ. આહીર, એસ. એચ. કોવાડિયા, જે. આર. સોઢા, એમ. એમ. ખાસા, જિતેન્દ્ર વરચંદ વગેરે કર્મચારીઓએ જહેમત
ઊઠાવી હતી. શાસ્ત્રોક્તવિધિ આચાર્ય ભરતભાઈ પંડયા (માધાપર)એ કરાવી હતી.