રાતા તળાવમાં લાભપાંચમે ગૌપૂજન સાથે દાતાઓનું સન્માન
કરાયું
નલિયા, તા 14 : કચ્છી
ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ-મુંબઈ તથા સંત વાલરામજી મહારાજ પાંજરાપોળ- રાતાતળાવ દ્વારા સંયુક્ત ઉપક્રમે લાભપાંચમના
આશાપુરા માતાજી મંદિર, રાતાતળાવ ખાતે `શુભ-લાભપંચમી
પૂજન એવમ્ ગૌદાતા કૃતજ્ઞતા' અને નૂતન વર્ષ સ્નેહમિલન તથા શ્રેષ્ઠી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દુષ્કાળ જેવા કપરા સમયમાં
ગૌસેવાના ભગીરથ કાર્યને નિરંતર આગળ ધપાવવા માટે યોગદાન તથા સહયોગ આપનાર સંસ્થા બંધુ
પરિવાર - કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા પરિવાર તેમજ હરિરામ પરસોત્તમ ચાંદ્રા પરિવારના વસંતભાઈ
કરસનદાસ ચાંદ્રા, દિનેશભાઈ કરસનદાસ ચાંદ્રાના સત્કારની ઘડીને
આ અવસરે વિશેષરૂપે ઊજવવામાં આવી હતી. મંદિર પરિસર નૂતનીકરણના દાતા રાજેશ શામજી નંદા
તથા દીપકભાઈ મેઘજીભાઈ ગોરી અને અન્ય દાતાઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં મહંત
કલ્યાણદાસજી મહારાજ, મહંત ઉમેશદાસજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ
રહી હતી. કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળના પ્રમુખ હરિભાઈ શંકરલાલ ભાનુશાલીના અધ્યક્ષસ્થાને
યોજાયેલા સમારોહમાં કચ્છી ભાનુશાલી દેશ મહાજનના પ્રમુખ દામજીભાઈ જોઈસર, ગાંધીધામ ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટના પ્રમુખ હરેશભાઈ ભકકડ, કચ્છ કડવા પાટીદાર ગૌદાન ગ્રુપ, કચ્છી ભાનુશાલી દેશ મહાજન
મહિલા પાંખ, ગાંધીધામ ભાનુશાલી મહાજન મહિલા મંડળના મૈયાબેન ભાનુશાલી,
આઈ દેવલમા જીવદયા સત્સંગ સમિતિ, ગાંધીધામ ભાનુશાલી
મહાજન યુવક મંડળ તથા સખી ગ્રુપ - ગાંધીધામ, છત્રાસિંહ (છોટુભાઈ)
જાડેજા સહિતના વિવિધ ગામોના મહાજન મંડળો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત
રહ્યા હતા. દાતાઓ નવીનભાઈ આઇયા, પરબતભાઇ ગોરસિયા, નરેન્દ્રભાઇ પાંચાણી, નરસી ભગત, જે.પી. ગોર, કરસનદાસ જેઠાભાઈ વરસાણી, ભગવતીપ્રસાદ ખત્રી, હરિભાઈ જાટિયા, અરાવિંદભાઈ ગોર, રઘુવીરાસિંહ જાડેજા, હરેશભાઈ છભાડિયા, વિનોદ પરસોત્તમ સોલંકી સહિતના ઉપસ્થિત
રહ્યા હતા. આ પ્રસંગે દેશ મહાજનના પરેશભાઈ ભાનુશાલીએ આજના કાર્યક્રમને અનોખો ગણાવ્યો
હતો. જિજ્ઞાબેન ચાંદ્રાએ મનજીબાપુની સમગ્ર ટીમને બિરદાવી હતી. સંસ્થા પ્રમુખ હરિભાઈ
ભાનુશાલીએ ગૌસેવામાં વપરાયેલ એક રૂપિયા સામે 100 રૂપિયાની
ગૌકૃપા વરસતી હોવાનું જણાવ્યું હતું. આયોજનને સફળ બનાવવા સંસ્થાના સ્થાપક મનજીબાપુના
માર્ગદર્શનમાં સદગુરુ મેડિકલ એવમ્ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા ગિરિકંદરા ગૌસેવા
સંસ્થાન - રાતાતળાવના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. બીનાબેન ભાનુશાલી, દેશ મહાજનના પરેશભાઈ ભાનુશાલી, હરેશભાઈ, ઉમરશીભાઈ ભાનુશાલી, અબડાસા તાલુકા પંચાયત સદસ્ય વિક્રમાસિંહ
સોઢા તથા પૂર્વ ધારાસભ્ય ઈબ્રાહિમ મંધરા, નરેડી જૈન સમાજના આગેવાનો,
જખૌ, ભાચુંડા, તેરા,
નરેડી, ચિયાસર મહાજનના આગેવાનો, બિટ્ટા ગામના પેરાજભાઈ નંદા, જગદીશભાઈ ભાનુશાલી,
સુરેશભાઈ નંદા, જગદીશભાઈ ઠક્કર, ગાંધીધામના નાનજીભાઈ ડોસાભાઈ, કિશોરભાઈ નંદા,
ભરત નાખુઆ, લઠેડીના મોહનભાઈ ગોરી, ચિયાસરના જયંતીલાલ ભદ્રા, નલિયાના વાલજીભાઈ, નેણશીભાઈ, પરસોત્તમભાઈ, પ્રવીણભાઈ,
કોલી સમાજ સમૂહલગ્ન સમિતિ, મોથાળાના ખીમજીભાઈ,
પરસોત્તમભાઈ, વિરજીભાઈ, શિવજીભાઈ
મહેશ્વરી, રામજી મારાજ તથા જખુ વલુ દનિચા, સણોસરા, ભીમપર તથા બાલાચોડના ક્ષત્રિય સમાજના આગેવાનો,
ભવાનીપરના ગાવિંદભાઈ, હરેશભાઈ ભાનુશાલી,
શિરવા, સાંધાણના કનૈયાભાઈ, પ્રફુલભાઈ, અનિલભાઈ તથા ગોપાલભાઈ, ભીમજી ગોરી-સુરત, જેરામભાઈ-કોટડા તથા વિવિધ ગામોના મહાજન
મંડળના આગેવાનો એવમ્ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન માધવજીભાઈ ભાનુશાલી,
અરાવિંદભાઈ માવ તથા વસંતભાઈ નંદાએ, આભારવિધિ સહયોગી સંચાલક કનુભાઈ બાવાજીએ કરી હતી.