• રવિવાર, 15 નવેમ્બર, 2026

ક્રિકેટર રિંકુ સિંહ 4 ડિસેમ્બરે લખનૌમાં સાંસદ પ્રિયા સરોજ સાથે લગ્ન કરશે

લખનૌ, તા.14: ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રિંકુ સિંહ આગામી 4 ડિસેમ્બરે લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યો છે. તેના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જે અંતર્ગત રિંકુની માતા બીના દેવી, ભાઈ સોનુ સિંહ અને બહેન નેહા સિંહે લખનૌ સ્થિત મુખ્યમંત્રી આવાસ પર જઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લગ્નનું આમંત્રણ કાર્ડ પાઠવ્યું છે. રિંકુ સિંહ મછલીશહેરથી સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ સાથે લખનૌની રામાડા હોટલમાં સાત ફેરા લેશે. આ લગ્ન સમારોહમાં ક્રિકેટ જગતની સાથે રાજકારણની પણ અનેક દિગ્ગજ હસ્તીઓ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, બંનેની સગાઈ ગયા વર્ષે 8 જૂને લખનૌની ધ સેન્ટ્રમ હોટલમાં થઈ હતી, જેના દોઢ વર્ષ બાદ હવે તેઓ લગ્ન કરી રહ્યા છે. રિંકુએ અગાઉ જણાવ્યું હતું કે તેમની લવ સ્ટોરી કોવિડ-19 મહામારી દરમિયાન સોશિયલ મીડિયા પર શરૂ થઈ હતી, જે હવે જીવનભરના સાથમાં પરિણમવા જઈ રહી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd