અલ અમરત, તા. 14 : મોહિત
ઉલ્વા (26 દડામાં 49 રન અણનમ) અયને માનવ ચૌહાણ (32 દડામાં
47 રન)ની
અફલાતુન અને યાદગાર વળતી લડતથી ભારતે લગભગ નિશ્ચિત હારની સ્થિતિમાંથી બહાર આવીને પાકિસ્તાનના
મોઢામાંથી જીત છીનવી લીધી હતી. અને લાભ પાંચમના દિવસે વિક્રમી નવમી વાર અંડર 19 એશિયા
કપ ચેમ્પિયન બન્યું હતું. પાકિસ્તાને આપેલા 338 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો
કરતા ભારતે અંતિમ બોલ સુધી ચાલેલા અત્યંત રોમાંચક મુકાબલામાં 50 ઓવરમાં
9 વિકેટે
339 રન
બનાવીને ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. ભારતીય ઈનિંગ્સની શરૂઆતમાં ઓપનર આર્યવીર સેહવાગ
(61 બોલમાં
58 રન)
અને કેપ્ટન લક્ષ્ય રાજેશ રાયચંદાનીએ (101 બોલમાં 80 રન)
પ્રથમ વિકેટ માટે 17.3 ઓવરમાં 95 રનની મજબૂત પરંતુ ધીમી ભાગીદારી
નોંધાવી હતી. જોકે, સેહવાગના આઉટ થયા બાદ મિડલ ઓર્ડર
લથડ્યો હતો. વીકે વિનીત (24), અન્વય દ્રવિડ (19) અને
અર્જુન રાજપૂત (16) મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. પાકિસ્તાની
બોલર અલી રઝાએ સતત બે બોલમાં કેપ્ટન લક્ષ્ય અને અન્વય દ્રવિડને આઉટ કરતા ભારતની હાર
નિશ્ચિત જણાતી હતી. 43મી ઓવરના અંતે ભારતનો સ્કોર 8 વિકેટે
259 રન
હતો અને જરૂરી રનરેટ 11.28 પર પહોંચ્યો હતો. આ કપરા સંજોગોમાં મનાલ ચૌહાણ
(32 બોલમાં
47 રન, 3 ચોગ્ગા, 3 છગ્ગા)
અને પ્લેયર ઓફ ધ મેચ એવા ગુજરાતી મોહિત ઉલવાએ બાજી પલટી નાખી હતી. બંનેએ 44મી
ઓવરમાં 19 રન
અને 45મી
ઓવરમાં 13 રન
કરીને પાકિસ્તાન પર દબાણ બનાવ્યું હતું. 48મી ઓવરમાં નકાબ શફીકે મનાલ ચૌહાણને
આઉટ કરતા મેચ ફરી ફસાયો હતો, પરંતુ અંતિમ બેટ્સમેન ચિગુરુપતિ
વેંકટે (8 બોલમાં અણનમ 11 રન) આવતાની સાથે જ ચોગ્ગો
ફટકારી મોહિતનો બખૂબી સાથ આપ્યો હતો. 9 વિકેટ ગુમાવીને હારની અણી પર
ઉભેલી ટીમ ઈન્ડિયાને દસમા નંબરના બેટ્સમેન મોહિત ઉલવાએ પોતાની કરિશ્માઈ ઈનિંગથી ચેમ્પિયન
બનાવી દીધી. મોહિતે માત્ર 26 બોલમાં 5 ચોગ્ગા અને 3 ગગનચુંબી
છગ્ગાની મદદથી અણનમ 49 રન ફટકાર્યા હતા. અંતિમ બોલ પર ત્રણ રનની જરૂરત
હતી અને મોહિતે ચોગ્ગો લગાવીને ભારતને 1 વિકેટે અવિશ્વસનીય વિજય અપાવ્યો
હતો. અગાઉ પાકે ઉસ્માન ખાનના 107, અબ્દુલ કાદિરના 80 રન
થકી નવ વિકેટે 337 રન
કર્યા હતા. કાવ્ય પટેલે 68 રનમાં ચાર વિકેટ ખેરવી હતી.
મોહિત જામનગરમાં કોચિંગ મેળવે છે
નોંધનીય છે કે, સુરેન્દ્રનગરના
મોહિતની ક્રિકેટ સફર તેના ગામમાં ટેનિસ બોલથી રમતા શરૂ થઈ હતી. મોહિતની પ્રતિભાને તેના
પિતાએ ઓળખી અને તેને યોગ્ય તાલીમ માટે પ્રોત્સાહિત કર્યો. ત્યારબાદ મોહિતે જામનગરના
ક્રિકેટ બંગલા ખાતે રવિન્દ્ર જાડેજાના કોચ મહેન્દ્રાસિંહ ચૌહાણ પાસે તાલીમ શરૂ કરી
હોવાનું જાણવા મળે છે.