• ગુરુવાર, 05 માર્ચ, 2026

ક્રિકેટનાં માધ્યમથી સ્કૂલનાં નિર્માણ માટે જત પ્રીમિયર લીગનું આયોજન કરાયું

ભુજ, તા. 6 : અલ્મિમ યુવા કમિટી પાલીવાડ દ્વારા જત પ્રીમિયર લીગનું આયોજન કરાયું હતું. મુંદરા ખાતે નિર્માણ પામી રહેલી અલ્ફતેહ એકેડેમી સ્કૂલના લાભાર્થે આયોજિત ટૂર્નામેન્ટમાં 12 ટીમે ભાગ લીધો હતો, જેમાં અનાયા ઇલેવન ભુજ અને ગોડપર ઇલેવન ફાઈનલમાં પ્રવેશી હતી, જ્યાં અનાયા ટીમ મેચમાં વિજયી બની હતી.  આયોજનમાં તમામ સમાજના આગેવાનોએ ક્રિકેટનાં માધ્યમથી શિક્ષણમાં ફંડ આપવા માટેની પેહલને બિરદાવી હતી. આલ્ફતેહ એકેડેમીના ટ્રસ્ટી હનિફ જત, ગુજરાત મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશ મહેશ્વરી, મોહમદ  જત, મોહસીન હિંગોરજા, ઈકબાલ સોઢા, જનક ચારણ, રિઝવાનશા સૈયદ, સુરેશ ચારણ, અશરફ જત, યાકુબ મૂત્વા, વસીમ જત, સિરાજ મલેક, કાસમ ખલીફા, સિકંદર સમેજા, રમજુભા રાયમા, યાસીન ખત્રી, કાળુભા ગોહિલ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. આયોજન દરમિયાન એકત્રિત થયેલા સમગ્ર ફંડ રકમ અલફ્તેહ એકડેમી મુંદરાને અર્પણ કરાશે. ઇકબાલ જત, અસલમ જત, જાકબ જત, દીપક  ચારણ, મોહન મહેશ્વરી, ગુલામ જત, મુબારક જત, રજાક જત, હાજી જત, અવેશ જત, સલીમ જત, મુસ્તાક જત, નજીમ જત, ખાલિદ જત, થતા અલમિમ યુવા કમિટી પાલીવાડના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.  

Panchang

dd