• ગુરુવાર, 05 માર્ચ, 2026

નેશનલ શોટોકાન કરાટે ટૂર્ના.માં માસ્ટર્સ કરાટે એકેડેમી-કચ્છના ખેલાડીઓ ઝળક્યા

ભુજ, તા. 6 : આણંદ ખાતે યોજાયેલી 15મી નેશનલ શોટોકાન કરાટે ચેમ્પિયનશિપમાં માસ્ટર્સ કરાટે એકેડેમી માધાપર, કુકમા, ભુજ અને નખત્રાણાના રમતવીરોએ ભાગ લીધો હતો અને 17 ગોલ્ડ, 11 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. રિધમ પટેલ, અનંત મહેશ્વરી, તક્સ શાહ, ખુશાંત કોલી, શ્લોક ભટ્ટી, માનવ ભંડેરી, વંશી પરમાર, અર્ની પટેલ, આસ્થા રાઠોડ, નિસર્ગ ચાંગેલા, નિધિ મારૂ, પ્રાચી મહેન્દ્રકુમાર, હીર ભાનુશાલી, ધ્રુવ જાદવ, જીહાન સોની, ઋષિરાજાસિંહ જાડેજા અને અન્વેષ હોથાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિલ્વર મેડલ - પ્રવર્ગ પટેલ, સંદેશ માઝી, શક્તિ વિજેશ, આન્યા પટેલ, યશ્વી વ્યાસ, હિમાદ્રી વ્યાસ, ધ્યાન સોની, જ્ઞાન ધનાની, શષીશ આચાર્ય, મીરા દીવાની અને હંશ્વી ડાંગરે તથા બ્રોન્ઝ મેડલ-પરમવીરાસિંગ સોલંકી, નંદન શર્મા, વૃતિકા મહેશ્વરી, મિતાંશ સોની, માન્વેન્દ્રાસિંહ ગોહિલ, ક્રિવા ભાટિયા, દૃષ્ટિ ગોંડલલિયા, દિવ્ય પાંડયા, હિતાંશ પાલ, પ્રાંષુ ગોસ્વામી, સ્વરા ઠક્કર, જિનય ચોવટિયા, શબીહુલ કામર, સ્વરા ભાટિયા, અપેક્ષા સોનકાતર, રિતુ સુરાની, હર્ષદ વારપે, પિહુ સોનીજી, દૃષ્ટિ કટારિયા, નિધિ તેકચંદાની, રાજવી જોષી, રિતિકા રૂપારેલ અને દીપિકા થાપાએ મેળવ્યા હતા. નિહોન શોટોકાન કરાટે એસોસિયેશન ભુજ-કચ્છના જનરલ સેક્રેટરી સેન્સાઈ સૂરજ દેવાંગન અને કોચ સેન્સાઈ કલ્પેશ પરમાર, સેન્સાઈ અનંત મહેશ્વરી તેમજ કોચ નીલ પિન્ડોરિયા, કોચ મૈહક આહીર અને કોચ આદિત્ય વ્યાસે માર્ગદર્શન આપ્યું હતું.  

Panchang

dd