• ગુરુવાર, 05 માર્ચ, 2026

પરશુરામ સેના નખત્રાણા દ્વારા ક્રિકેટ સ્પર્ધા યોજાઇ

નખત્રાણા, તા. 6 : પરશુરામ સેના નખત્રાણા દ્વારા `માન્વીક કપ-2026 બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ'નું આયોજન કરાયું હતું. બ્રહ્મસમાજ તાલુકા પ્રમુખ પ્રકાશ જોશી, પ્રમુખ આર. કે. વ્યાસ, નખત્રાણા બ્રહ્મસમાજના ઉપપ્રમુખ દિનેશ જોશી, ઉપપ્રમુખ સુભાષ જોશી અને મહામંત્રી અનિલ રાજગોર, સલાહકાર જિતેન્દ્ર જોશી, સલાહકાર પૂર્વ યુવા પ્રમુખ મિતેશ મહારાજ, વિપુલ ગોર, યુવા પ્રમુખ રાજ રાજગોર, મહામંત્રી જૈમિન અબોટી, પ્રમુખ પ્રકાશ જોશીએ સ્પર્ધાનો આરંભ કરાવ્યો હતો. ટાઈટલ સ્પોન્સર વિજેતા ટ્રોફી જાની દેવ હિતેશ, ઉપવિજેતા ટ્રોફી પ્રકાશ જોશી અને દિનેશ જોશી. દરેક મેચના મેન ઓફ ધી મેચ મેડલ દાતા ડો. સુભાષ જોશી. મેન ઓફ ધ સિરીઝ ધ્રુવ રાજેશ જોશી. બેસ્ટ બેટ્સમેન અબોટી ઋષિ હિતેશ, બેસ્ટ બોલર ભટ્ટ અર્જુન હિતેશભાઈ, ફાઇનલ મેન ઓફ ધ મેચ ગોર રાજેશ એન. અને અન્ય દાતાઓ રમેશ વ્યાસ, ગોર અનિલ, જોષી મિતેશ, હિરેન કે. રાજગોર રહ્યા હતા. વિજેતા ટીમ શ્રીરામ સુપર કિંગ્સ (જીત વ્યાસ, મીત જોષી) અને રનર્સઅપ ટીમ બ્રહ્મઋષિ કિંગ્સ દક્ષ રાવલ રહ્યા હતા. બ્રહ્મસમાજના લોકો હાજર રહ્યા હતા. રાજેશ રાજગોર, વિશાલ જોશી, કમલેશ રાવલ, હિરેન ભટ્ટ, મનીષ અબોટી, ભાવેશ જોષી, મેહુલ જોશી, અશોકભાઈ જોશી, હિમાંશુ જોશી. જયદીપ જોશી, હેમાંગ રાજગોર, પારસ રાજગોર, ભૂષણ પંડ્યા હાજર રહ્યા હતા. 

Panchang

dd