રાયધણપર, તા.6 : તાજેતરમાં ગાંધીનગર ખાતે ખેલ
મહાકુંભની રગ્બીની સ્પર્ધામાં આહીર કન્યા વિદ્યાલય ભુજોડીની વિદ્યાર્થિનીઓએ ઓપન વિભાગ
અને અંડર-17 વિભાગમાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ
કરી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. પ્રદર્શન બદલ શાળાના પ્રમુખ બાબુભાઇ હુંબલ, ઉપપ્રમુખ રાણાભાઇ રવાભાઇ ડાંગર, મંત્રી શિવજીભાઇ ડાંગર અને ખજાનચી રણછોડભાઇ ગોપાલભાઇ ડાંગર તેમજ શાળાના આચાર્યા
ભવાનીબેન ડાંગર તેમજ સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. તો રગ્બી ગુજરાત દ્વારા
અંડર-15 સ્પર્ધા યોજાઇ હતી, જેમાં આહીર કન્યા વિદ્યાલય ભુજોડીની વિદ્યાર્થિનીઓએ
કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો, જેમાંથી
ડાંગર રિદ્ધિ રણછોડભાઇની રાષ્ટ્રીય કક્ષાએ રમવા જવા માટે પસંદગી થઇ હતી.