• ગુરુવાર, 05 માર્ચ, 2026

મેથેમેટિક્સ ઓલિમ્પિયાડમાં છાત્રા ઝળકી

ભુજ, તા. 6 : સાયન્સ ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન દ્વારા ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીજી એકેડેમી સંચાલિત શ્રીજી પબ્લિક સ્કૂલની વિદ્યાર્થિની કશ્વી જિજ્ઞેશ લોદરિયાએ  શાળામાં પ્રથમ, જોન લેવલમાં 192 તથા ઇન્ટરનેશનલ લેવલે 822 રેન્ક મેળવી શાળા તથા કચ્છને ગૌરવ અપાવ્યું હતું. સંસ્થાના પ્રમુખ સંજય મહેતા, મંત્રી આનંદ લોદરિયા, ટ્રસ્ટી જિજ્ઞેશ શાહ, ટ્રસ્ટી વિપુલ ગણાત્રા, એજ્યુકેશન ડાયરેકટર વિપુલ મહેતા અને આચાર્ય ડો. ચિંતન આર્યએ શુભેચ્છા પાઠવી હતી. ગણિત શિક્ષક રાજન ગોર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

Panchang

dd