મોટા કપાયા, તા. 2 : મુંદરા તાલુકાના
આ ગામે રામમંદિર નિર્માણના સંકલ્પ સાથે યોજાયેલી `રાજ કપ' ક્રિકેટ
ટૂર્નામેન્ટમાં રિદ્ધિ ઇલેવન, બિદડાની ટીમ ચેમ્પિયન બની હતી. ગામના લગભગ 80 જેટલા યુવાનોના સંગઠન બાપા
સીતારામ યુવા ગ્રુપ દ્વારા રામમંદિર નિર્માણના સંકલ્પ સાથે રામનવમીથી પ્રારંભ થયેલી
અખિલ કચ્છ ઓપન ગ્રામ પંચાયત ડે-નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટની યોગાનુયોગ પરશુરામ જન્મદિને
પૂર્ણાહુતિ થઈ હતી. ફાઇનલ મેચના આરંભ પહેલાં યોજાયેલા પૂર્ણાહુતિ સમારોહમાં વિવિધ દાનની
સરવાણી વહી હતી. લગભગ 25 દિવસ સુધી
કેસરિયા રંગે રંગાયેલા હાઈવેને જોડતા વિશાળ માત્રા દેવી મેદાનમાં રમાયેલી આ ટૂર્નામેન્ટમાં
સમુદ્ર ઇલેવન, ઝરપરાને સાત વિકેટે હરાવીને
બિદડાની રિદ્ધિ ઇલેવન ટીમ ચેમ્પિયન બની હતી. આ સમગ્ર સ્પર્ધામાં કચ્છનું લોકપ્રિય અખબાર
કચ્છમિત્ર મીડિયા સહયોગી બન્યું હતું. પૂર્ણાહુતિ સમારોહમાં અતિથિપદે ઉપસ્થિત મુંદરા
શહેર ભાજપ પ્રમુખ અરાવિંદ પટેલે વક્તવ્યમાં
આયોજનને બિરદાવીને કહ્યું કે, ક્રિકેટ એવી રમત છે કે,
જે યુવાનો, આસપાસના ગામોને એકબીજાની નજીક લાવે
છે અને યુવાનોમાં ખેલદિલીની ભાવનાને પ્રોત્સાહન આપે છે આવાં આયોજન સતત થતાં રહેવાં
જોઈએ. અતિથિવિશેષ પદેથી મુંદરા સિટી પીઆઈ
આર. જે. ઠુમ્મરે પણ યુવા આયોજકોને અભિનંદન પાઠવીને તેમના તરફથી સહયોગની ખાતરી આપી હતી. આ ટૂર્નામેન્ટમાં મુખ્ય દાતા રાજેશ ગઢવીએ
એક લાખ અને સહયોગી દાતા રાધેશ્યામ શર્માએ રૂા.
25,000નું યોગદાન આપ્યું હતું. 91 ટીમને આવરી લેતી આ સ્પર્ધામાં
મુંદરા સુધરાઈ કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, મુંદરા શહેર ભાજપ મહામંત્રી હિરેન
સાવલા, મુંદરા તા. ભાજપ ઉપપ્રમુખ જુવાનાસિંહ ભાટી, મુંદરા તા. વીએચપી પ્રમુખ નરેન્દ્રાસિંહ ઝાલા, મોટા કપાયાના
આગેવાન અને દાતા નવલાસિંહ પઢિયાર, દાતા ચંદ્રકાંતભાઈ ગોરડિયા,
ટ્રોફીના દાતા રસિદભાઈ તુર્ક, નવલાસિંહ જાડેજા,
ચંદુભા મહારાજ - મસ્કા વગેરે મંચસ્થ રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન
જયંતીભાઈ શેઠિયાએ કર્યું હતું. - રામમંદિર માટે દાનની સરવાણી
: - માવજીભાઈ
મોરારજી શાહ, મંદિર સાથે હોલ રૂા. 2,51,000 - જાડેજા બળવંતસિંહ કિરીટસિંહ,
બરાયા મંદિરની પ્રથમ ધજા રૂા. 1,25,000 - નવલસિંહ કુંવરજી પઢિયાર, મોટા કપાયા મંદિર, મૂર્તિ
અને ટૂર્નામેન્ટ કુલ રૂા. 13,00,000 - જયંતીભાઈ
મામણિયાના હસ્તે મિત્ર વર્તુળ ગ્રુપ, કુલ રૂા. દસ લાખ - ધેડા નીલેશભાઈ
ધનજીભાઈ રૂા. 51,000 - પઢિયાર ધર્મેન્દ્રસિંહ કુંવરજી રૂા. 51,000 - સ્વ. સમા અમરસંગજી રામસંગજી પરિવાર રૂા. 21,121 - રાઠોડ અજિતસિંહ ગગુજી રૂા. 15,000 - પઢિયાર સામતજી
કલ્યાણજી પરિવાર રૂા. 15,000 - દેસાઈ ઈશ્વરભાઈ રામાભાઇ રૂા. 22,111 - ચૂડાસમા અર્જુનસિંહ ચાંદુભા રૂા. 15,000 - જાડેજા કરશનજી ગોપાલજી (વોણાઠ) રૂા.11,111 - સમા જુવાનસિંહ નારાણજી રૂા. 25,000 - સમા ઉદયસિંહ
કુંવરજી રૂા. 11,000 - પઢિયાર ગોપાલજી કરશનજી રૂા.21,121 - સોમાભાઈ રબારી
રૂા. 21,000 - અસ્લમભાઇ તુર્ક રૂા. 21,000 - કિશનકુમાર
આઈસીડી ટ્રાન્સપોર્ટ રૂા.21,000 - નવલસિંહ નારૂભા જાડેજા, મંદિર ઘંટ અને પૂજાપો રૂા. એક લાખ
- સોઢા નારૂભા સામતજી રૂા. 51,000 - જાડેજા કેણજી નારૂભા રૂા. 51,000 - શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડી : મેન ઓફ ધ સિરીઝ શક્તિસિંહ વાઘેલા, ભોરારા - બેસ્ટ બેટ્સમેન દિનેશ આહીર, ગુંદાલા
- બેસ્ટ બોલર નીર મકવાણા, પ્રાગપર ટુ - ફાઇનલ મેન ઓફ ધ મેચ રવિ જોગી,
બિદડા (28 દડા 75 રન) - ક્વાર્ટરમાં સદી મોહન ગિલવા, ઝરપરા