ગાંધીધામ, તા. 2 : ભચાઉના ભવાનીપુરથી ગુણાતીતપુર
બાજુ જતા માર્ગ પર કેનાલની પાળે બેઠેલા યુવાન એવા શિક્ષક ઉપર છરીથી હુમલો કરી રૂા.
60,000ના મોબાઇલ લૂંટ પ્રકરણમાં પોલીસે
ત્રણ શખ્સને પકડી પાડયા હતા. ભચાઉના લુણવામાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર
ફરિયાદી જયદીપ ગોરધન ચિકાણી ભવાનીપુરથી ગુણાતીતપુર તરફ જતા માર્ગ પર વોક કરવા નીકળ્યો
હતો ત્યારે ત્રણ અજાણ્યા શખ્સ ત્યાં આવી રૂા. 60,000ના મોબાઇલની લૂંટ કરી છરી વડે ઇજાઓ કરીને નાસી ગયા હતા. બનાવ
અંગે ગઇકાલે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આસપાસના સી.સી.ટી.વી. ફૂટેજ, ટેકનિકલ એનાલિસીસ કર્યું હતું અને ભચાઉ કોલિયાસરીના
વિક્રમ ઉર્ફે લાલો લક્ષ્મણ કોળી, રોટરી ક્લબ વિસ્તારના સંજય દેવા
કોળી તથા રબારીવાસના નરપત ઉર્ફે ભાવેશ કરશન કોળી નામના શખ્સોને પકડી પાડયા હતા. ગણતરીના
સમયમાં મોબાઇલ લૂંટનો ભેદ ઉકેલી આ શખ્સોએ અગાઉ કોઇ બનાવોને અંજામ આપ્યા છે કે કેમ તે
સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.