• મંગળવાર, 06 મે, 2025

માથક-શિણાય માર્ગે ટેમ્પો પલટતા યુવાને જીવ ગુમાવ્યો

ગાંધીધામ, તા. 5: તાલુકાના શિણાય માથક માર્ગ ઉપર ટેમ્પો પલ્ટી જતાં ભુજનાં ઈબ્રાહિમ ઈસ્માઈલ મેમણ નામના યુવાનને ગંભીર ઈજાઓ થતાં યુવાને સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. ભુજમાં રહેનાર ઈબ્રાહિમ અને મજીદજુસબ મંધરા મુંદરા ખાતે ગયા હતા જ્યાં ટેમ્પો નંબર જી.જે.12-સીટી-0788માં મસુરની દાળ ભરીને બંને ગાંધીધામ બાજુ આવવા નિકળ્યા હતા. બંને માથકથી શિણાય જતા માર્ગ પર હતા દરમ્યાન વળાંક આવતા અચાનક બ્રેક મારતા ટેમ્પો પલ્ટી ગયો હતો જેમાં ઈબ્રાહિમને ગંભીર ઈજાઓ થતાં પ્રથમ ગાંધીધામ બાદમાં ભુજ સારવાર અર્થે લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમ્યાન આ યુવો છેલ્લા શ્વાસ લીધા હતા. ટેમ્પો ચાલક વિરુદ્ધ સલીમ ઈસ્માઈલ મેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd