ગાંધીધામ, તા. 5: તાલુકાના
કિડાણામાં બનેવીને મોપેડના હપ્તા ભરી નાખવા કહેતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ યુવાન ઉપર
પાઈપ, લાકડી વડે હુમલો કર્યો હતો જેમાં તેને અસ્થિભંગ સહિતની ઈજાઓ
પહોંચી હતી. કિડાણામાં રહેનાર ફરિયાદી હાજીનુરમામદ ચાવડા ગઈકાલે પોતાના ઘર બાજુમાં
રસ્તામાં તેના બહેન ઝરીનાબેન મળ્યા હતા ત્યારે શું થયું પૂછતા બનેવી મીઠુ ઈબ્રાહિમ
ચાવડાએ અમારા પતિ-પત્નીનો મુદ્દો છે તું જતો રહે તેવું કહેતા આ યુવાન ત્યાંથી નીકળી
ઘરે ગયા બાદ કબ્રસ્તાનમાં સાફ-સફાઈ કરવા ગયો હતો ત્યારે તેના બનેવીએ ફોન કરતા ફરિયાદીએ
એક્ટીવાના હપ્તા ભરી નાખવા કહ્યું હતું. થોડીવાર બાદ મીઠુ, તેનો
ભાઈ ઓસમાણ મથડા અને સુલ્તાન ગની છૂછીયા ત્યાં આવી યુવાન ઉપર પાઈપ, લાકડી વડે હુમલો કરી નાસી ગયા હતા. યુવાન બેભાન ત્યાં પડયો રહ્યો હતે. બાદમાં
તેને પ્રથમ રામબાગ અને વધુ સારવાર અર્થે ભુજ લઈ જવાયો હતો. જ્યાં તેને બંને પગ અને
એક હાથમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી આગળની
તપાસ હાથ ધરી છે.