ગાંધીધામ, તા. 5 : શહેરના
ભારતનગર કૈલાશ સોસાયટીમાં જાહેરમાં પતા ટીંચતા છ ખેલીઓને ઝડપી પાડી પોલીસે રોકડ રૂા.
18,300 જપ્ત કર્યા હતા. કાર્યવાહી દરમ્યાન
એકેય મોબાઇલ કબજે ન કરાતાં અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા. શહેરના ભારતનગર કૈલાશ સોસાયટી-બેના
પ્લોટ નંબર 277ની સામે અમુક શખ્સો જાહેરમાં પતા
ટીંચી રહ્યા હતા ત્યારે આજે સાંજે પોલીસે છાપો માર્યો હતો અને અહીંથી સેક્ટર-પાંચના
પ્રવીણ દયાલજી ઠક્કર, ગળપાદરના ધીરજલાલ જગજીવન ઠક્કર,
સોનલનગરના દીપક મહેન્દ્ર આચાર્ય, કૈલાશનગરના હિંમત
વિરજી ઠક્કર, કૈલાશ સોસાયટી-બેના રામજી બિજલ સથવારા, જનતા કોલોનીના અરવિંદ ભવાન સથવારા નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે રોકડા રૂા. 18,300 જપ્ત
કર્યા હતા. પકડાયેલા શખ્સો પાસેથી અન્ય કાંઇ જપ્ત ન કરાયું હોવાનું પોલીસે જણાવ્યું
હતું.