• મંગળવાર, 17 નવેમ્બર, 2026

ગાંધીધામમાં જય જલિયાણનો નાદ ગુંજી ઊઠયો

લોહાણા મહાજન દ્વારા જલારામ જયંતીએ શોભાયાત્રા, પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા

ગાંધીધામ, તા. 16 : લોહાણા મહાજન દ્વારા સંત શિરોમણિ જલારામ બાપાની 227મી જન્મજયંતીની વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ મહાનગર ગાંધીધામના માર્ગો જય જલિયાણના નાદથી ગુંજી ઊઠયા હતા. આરંભમાં જૂની લોહાણા મહાજન વાડી ખાતે શાત્રોક્તવિધિ સાથે પૂજન અર્ચન કરાયું હતું. ત્યાર બાદ બાઈક-કાર રેલી બાદ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. મહાજન વાડી ખાતે અગ્રણીઓએ  જલારામ બાપાના રથને પ્રસ્થાન કરવાયું હતું. શોભાયાત્રામાં અઘોરી ગ્રુપ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે જલારામ બાપાની સંગીતમય મહાઆરતીનું આયોજન કરાયું હતું. મહાઆરતી બાદ ભજન સંધ્યા યોજાઈ હતી. શોભાયાત્રામાં સંતો-મહંતો જોડાયા હતા અને આશીર્વચન આપ્યા હતા. આ વેળાએ શોભાયાત્રાનું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડ, માનદમંત્રી મહેશ તીર્થાણી તેમજ અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું હતું. આ વેળાએ મોહન ધારશી ઠક્કર, દિનેશભાઈ જોબનપુત્રા, કિશોર અનડકટ, પ્રવીણભાઈ હરજીવન જોબનપુત્રા,  ભરતભાઈ રતિલાલભાઈ પાંચાણી ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં મહાજન પ્રમુખ ધવલ આચાર્ય, ઉપપ્રમુખો નવીનકુમાર કાનાબાર અરવિંદભાઈ હાલાણી, મંત્રી કૃણાલ જોબનપુત્રા, ઘનશ્યામભાઈ રૈયા, ખજાનચી આનંદ ઠક્કર, ઓડિટર પીયૂષ ઠક્કર, મેનેજિંગ ટ્રસ્ટી રમેશ મજેઠિયા, અશોક ચંદન, અશોક રતાણી, પરેશ આથા, ડો. નીતિન ઠક્કર, લહેરચંદ જોબનપુત્રા, મનસુખભાઈ કોડરાણી, યુવક મંડળના પ્રમુખ રોહિત મીરાણી, મહિલા મંડળના પ્રમુખ ગૌરીબેન કારિયા, સહિયર ગ્રુપના સારીકાબેન કતીરા વિગેરે આયોજનમાં સહયોગી બન્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd