લોહાણા મહાજન દ્વારા બાઈક રેલી, પૂજા-આરતી તથા સમૂહપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાયા
માંડવી, તા. 16 : અહીંના
લોહાણા મહાજન દ્વારા સંત જલારામ બાપાની 227મી જન્મજયંતીએ તેમના સેવાકાર્યો
અને પરોપકારને યાદ કરી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોહાણા મહાજન વાડીથી બાઈક રેલી, દરિયાલાલ મંદિરે પૂજા-આરતીનું આયોજન કરાયું હતું, જેમાં
મુખ્ય દાતા સાવિત્રીબેન વલ્લભદાસ ચોથાણી પરિવારના ચંદ્રકાંત ચોથાણી પરિવાર,
સ્વ. મંજુલાબેન લક્ષ્મીદાસ કોટક પરિવાર તથા યોગેશ કરસનદાસ ચંદારાણા પરિવારે
પૂજનવિધિનો લાભ લીધો હતો, સાથે મહાજન પ્રમુખ શૈલેશભાઈ મડિયાર
ઉપસ્થિત રહ્યા હતા, સંજય મહારાજે પૂજનવિધિ સંપન્ન કરાવી હતી. બપોરે માંડવી લોહાણા મહાજન દ્વારા કાયમી દાતા ગુણવંતીબેન
ગોપાલજી ચંદે પરિવારના સહયોગ સાથે સર્વ જ્ઞાતિ બટુક ભોજન, આ ઉપરાંત
સાંજે આરતી તથા સમૂહપ્રસાદ સારસ્વત જ્ઞાતિ મહાસ્થાન સાથે રખાયો હતો. આ પ્રસંગે મોટી
સંખ્યામાં સમાજના આગેવાનો, મહાજનના સભ્યો, મહિલાઓ, યુવાનો તેમજ જલારામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉજવણીમાં મહાજન ઉપપ્રમુખ દિલીપ ઠક્કર, મંત્રી સુરેશ ઠક્કર,
સહમંત્રી ધર્મેન્દ્ર કોટક, સહ ખજાનચી નિહિત ભીંડે,
કારોબારી સભ્ય અશોક ઠક્કર, મુલેશ ઠક્કર,
સલાહકાર કિશોર ભીંડે, અનિલ તન્ના, મહાજનના માજી પ્રમુખ ગોકલદાસ તન્ના સાથે નીલેશ ચંદારાણા, ચંદ્રસેન કોટક તેમજ મહિલા મંડળના કલ્પનાબેન ઠક્કર, અલ્પાબેન
તન્ના, હંસાબેન ઠક્કર, જાગૃતિબેન ગટ્ટા,
ધર્મિષ્ઠાબેન ઠક્કર, જાગૃતિબેન ભીંડે સહિતના હોદ્દેદારો
અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.