• મંગળવાર, 17 નવેમ્બર, 2026

કચ્છમાં લઘુતમ પારો બેથી ત્રણ ડિગ્રી ગગડવાની આગાહી

18.6 ડિગ્રીએ નલિયા રાજ્યનું ઠંડું મથક

ભુજ, તા. 16 : કચ્છમાં બે દિવસ લઘુતમ પારો બેથી ત્રણ ડિગ્રી ગગડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હાલ જિલ્લામાં વિષમ વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. શિયાળાનાં આગમને હજુ જોઈએ તેવી પક્કડ જમાવી નથી ત્યારે પહાડી રાજ્યોમાં વરસેલી હિમવર્ષાની અસર તળે લઘુતમ પારો ગગડે અને શિયાળાનું સત્તાવાર આગમન થઈ જાય તેવી શક્યતા હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. 18.6 ડિગ્રીએ નલિયા રાજ્યનું મોખરાનું ઠંડું મથક બન્યું હતું અન્ય મથકોમાં લઘુતમ તાપમાન 20થી 22 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેતાં દિવસના ભાગે ઉષ્ણતા અનુભવાઈ હતી. ભેજનું પ્રમાણ ઘટતાં છેલ્લા બે દિવસથી જોવા મળતો ઝાકળિયો માહોલ ઘણાખરા અંશે ઘટતો જોવા મળ્યો હતો. બપોરના સમયે જિલ્લામાં વાદળોની આછી -પાતળી હાજરી જોવા મળી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd