ભુજ, તા. 2 : અહીંની ધી મુસ્લિમ એજ્યુકેશન
એન્ડ વેલ્ફેર સોસાયટી સંચાલિત શાળામાં વર્ષ 2025/26માં ધો-10 અને 12માં 80 ટકા કે તેથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ તેમજ મેડિકલ, એન્જિનીયરિંગ, વકીલાત
ક્ષેત્રે અભ્યાસ પૂર્ણ કરનારા તેમજ અન્ય તમામ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કરનારા
વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું આ સન્માન કાર્યક્રમમાં કુલ 214 વિદ્યાર્થીનાં સન્માન કરાયાં
હતાં, સંસ્થાના ચેરમેન અલી-મોહમ્મદ જતની અધ્યક્ષતામાં
યોજાયેલા કાર્યક્રમની શરૂઆતે શાળાના મ.શિ. મૌલાના મુસ્તાક હિંગોરા અને મૌલાના રિઝવાન
ખત્રીએ તિલાવત કરી હતી. શાળાના વિદ્યાર્થીઓએ નાતશરીફ પઢી હતી. શાળાના આચાર્ય જુસબખાન
આઈ. ટાંકે પ્રાસંગિક પ્રવચન તેમજ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા
શિક્ષણધિકારી કચેરી વતી અઊઈં ઉમરફારૂક ખીરા હાજર રહ્યા હતા સંસ્થાએ તેમનું સ્વાગત કર્યું
હતું. મુસ્લિમ એજ્યુકેશન ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થી ખત્રી મોઈન જાવેદ આ વર્ષે
વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યું હતું તેમજ ગઊઊઝ પરીક્ષામાં
પણ 720માંથી 667 ગુણ મેળવી કચ્છના ઈતિહાસમાં
સૌથી વધુ ગુણ મેળવ્યા છે તેમજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા મોટીવેશનલ ગીત
રજૂ કરવામાં આવ્યું હતું. અલીમોહમ્મદભાઈએઁ વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી, સંસ્થા હંમેશાં શિક્ષણક્ષેત્રમાં આગળ વધતી જ
રહેશે એવું જણાવ્યું હતું, સંસ્થાના વાઈસ ચેરમેન અમીરઅલી લોઢિયાએ
વિદ્યાર્થીને સતત મહેનત કરી મેરિટમાં આવવાની સલાહ આપી હતી. સંસ્થાના સેક્રેટરી જુમ્માભાઈ
નોડેએ શિક્ષણ પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે સંસ્થાના પૂર્વ ચેરમેન સૈયદ હાજી અબ્દુલ
રસુલશા બાવા, સંસ્થાના સેક્રેટરી જુણસ હિંગોરા, ખજાનચી બશીર મેમણ તથા અન્ય ટ્રસ્ટી સલીમ નોડે, અઝીઝ ચંગલ,
જુસબ બાફણ હાજર રહ્યા હતા. સંચાલન શાળાના મ.શિ. મહમદ ફારૂક સમા અને ભજીર
ઉસ્માન ગનીએ સાંભળ્યું હતું. વ્યવસ્થા પ્રાથમિક વિભાગના આચાર્ય હનીફ સૈયદ, સુપરવાઈઝર રઝિયા મેમણ, પલેજા સમ્સ, સમા અબ્દુલકરીમના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફગણે સંભાળી હતી. આભારવિધિ અંગ્રેજી
વિભાગના આચાર્ય પંજવાણી નુરુદ્દીને કરી હતી.