ભુજ, તા. 16 : કોડકી રોડ સ્થિત ધારાનગરમાં
ઊભરાતી ગટરનાં પાણી ઘરોમાં તેમજ માર્ગો પર ફેલાતાં રોષની લાગણી ફેલાઈ હતી. આ બાબતે
રહેવાસીઓ દ્વારા કલેક્ટરને કરાયેલી રજૂઆતમાં જણાવાયા મુજબ રહેણાકના વિસ્તારમાંથી પસાર
થતી ગટરલાઈનમાંથી દૂષિત પાણી ઊભરાઈ ચેમ્બરમાંથી માર્ગ પર આવે છે. ઉપરાંત ઘરોમાં પણ
આવી જાય છે તેમજ વિતરણ કરાતાં પાણીમાં પણ ગટરનાં દૂષિત પાણી ભળતાં પારાવાર મુશ્કેલીનો
સામનો કરવો પડે છે. આ અંગે નગરપાલિકામાં અનેકવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી
તેમજ છ મહિના પહેલાં નવી ગટલાઈન નાખી છે, પણ તેને આજ દિન સુધી ઉપયોગમાં લીધી નથી. અવારનવાર ગટરનાં પાણી ખેંચવાનાં મશીન
કચેરીના કર્મચારીઓ માત્ર રાખીને ચાલ્યા જાય છે. પમ્પિંગ મશીનનો ઉપયોગ કરતા નથી. જો
આ અંગે તાત્કાલિક ધોરણે કોઈ નિરાકરણ નહીં આવે તો રહેવાસીઓને નછૂટકે ગાંધીચીંધ્યા માર્ગે
જવાની ફરજ પડશે.