• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

નાના-મોટા રેહા વચ્ચે આવેલાં મતિયાદેવ મંદિરનું નવનિર્માણ સુવિધાસભર કરાશે

કોટડા (ચકાર), તા. 16 : કોટડા ચકાર, જાંબુડી, રેહા, હાજાપર પંથકના મહેશ્વરી સમાજના એકમાત્ર ઐતિહાસિક આસ્થા સ્થાન મતિયાદેવ મંદિરનું દોઢેક વર્ષ પછી વિવિધ સુવિધાઓ સાથે નવનિર્માણ કાર્ય આરંભાયું છે. મોટા રેહા, નાના રેહા વચ્ચે આવેલા મહેશપંથીઓના અતિ જૂના મતિયા પીજાનાં મંદિરનાં નવનિર્માણ માટે વર્ષે પછી આ પંથકના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય નારાણભાઇ મહેશ્વરી અને રેહા મોટા જૂથ પંચાયતના સહયોગથી વિવિધ પતરાંના શેડ, બાંકડા, ખુરશીઓ તેમજ આજુબાજુની જમીન સમથળ કરાતાં સમાજના શ્રદ્ધાળુઓમાં ખુશી ફેલાઇ છે. રેહા મોટા, નાના સમાજના પ્રેમજી નથુ (માજી પોલીસ), માજી સરપંચ ગોવિંદભાઇ મહેશ્વરી, મોવડી રાજાભાઇ હરજી અને માલસીભાઇ જીવરાજે પૂર્વ જિ.પં. સભ્ય નારાણભાઇ તેમજ ગામના સરપંચ ગેલુભા જાડેજાનો આભાર માન્યો હતો.

Panchang

dd