• શનિવાર, 25 જુલાઈ, 2026

અદાણી મુંદરા પોર્ટે સોયાબીન તેલનો દેશનો સૌથી મોટો જથ્થો હેન્ડલ કર્યો

મુંદરા, તા. 24 : અદાણી મુંદરા પોર્ટે ડિગમ્ડ સોયાબીન ઓઇલ (DSBO)નો ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો સિંગલ વેસલ જથ્થો સફળતાપૂર્વક હેન્ડલ કરીને મહત્ત્વપૂર્ણ ઓપરેશનલ સિદ્ધિ હાંસલ કરી છે. 20 જુલાઈ-2026ના MT BANGUS જહાજ પરથી 66,800 મેટ્રિક ટન ડિગમ્ડ સોયાબીન ઓઇલનું અદાણી મુંદરા પોર્ટ ખાતે સફળતાપૂર્વક ડિસ્ચાર્જિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી ભારતીય બંદરો પર કોઈ એક જહાજ દ્વારા હેન્ડલ કરાયેલ ખાદ્યતેલના અત્યાર સુધીના સૌથી મોટા સિંગલ પાર્સલ તરીકે નોંધાઈ છે, જેણે દેશના લિક્વિડ બલ્ક કાર્ગો ક્ષેત્રમાં નવો માપદંડ સ્થાપિત કર્યો છે. આ જહાજ કૃષિ કોમોડિટીની નિકાસ માટેના અગ્રણી આંતરરાષ્ટ્રીય કેન્દ્ર સાન લોરેન્ઝો, આર્જેન્ટિનાથી આવ્યું હતું. 229 મીટરની લંબાઈ અને 88,830 મેટ્રિક ટનના ડિસ્પ્લેસમેન્ટ ધરાવતા આ વિશાળ જહાજને હેન્ડલ કરવા માટે ઝીણવટભર્યું આયોજન, વિવિધ ટીમો વચ્ચે અસરકારક સંકલન તેમજ પોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મોટા પાયે હાથ ધરાયેલી કામગીરીનું સુરક્ષિત અને કાર્યક્ષમ અમલીકરણ હાઇ-વોલ્યુમ લિક્વિડ બલ્ક કાર્ગો હેન્ડલ કરવાની મુંદરા પોર્ટની ક્ષમતાને પ્રતાબિંબિત કરે છે. મરીન, ઓપરેશન્સ, સેફ્ટી, એન્જિનીયારિંગ અને સહાયક ટીમો ઉપરાંત જહાજના ક્રૂ તથા કામગીરી સાથે સંકળાયેલા અન્ય તમામ હિતધારકોના સુમેળભર્યા પ્રયાસોથી આ ઐતિહાસિક સિદ્ધિ શક્ય બની છે. આ ઉપલબ્ધિ ભારતના આંતરરાષ્ટ્રીય વેપાર માટેના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે અદાણી મુંદરા પોર્ટનું સ્થાન વધુ મજબૂત બનાવે છે અને વધુ મોટા તથા જટિલ કાર્ગો જથ્થાને હેન્ડલ કરવાની પોર્ટની સજ્જતાને દર્શાવે છે. 

Panchang

dd