• શનિવાર, 25 જુલાઈ, 2026

નીટ પેપર લીક : કેન્દ્રને સુપ્રીમ ટકોર

નવી દિલ્હી, તા. 24 : સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે, પેપર લીક માટે સરકાર દ્વારા લેવાઈ રહેલાં પગલાંઓ પર અદાલત બારીક નજર રાખશે. રિનીટનાં પેપર પહોંચાડવા માટે વાયુદળની મદદ લેવાઈ હતી, પરંતુ આવાં પગલાં કાયમી ઈલાજ નથી. સરકાર બતાવે કે, પરીક્ષામાં પારદર્શકતા લાવવા, રાધાકૃષ્ણન સમિતિની ભલામણો લાગુ કરવા, આઈઆઈટી મોડેલ અપનાવવા શું પગલાં લેવાયાં તેવું કોર્ટે પૂછ્યું હતું. સુપ્રીમે કેન્દ્ર સરકારને સોગંદનામું રજૂ કરીને તપાસની વર્તમાન પ્રગતિ તેમજ પરીક્ષાઓનાં સુરક્ષા તંત્રની વિગતો આપવા નિર્દેશ આપ્યો હતો. સોગંદનામાંમાં પરીક્ષા પ્રક્રિયાનાં દરેક ચરણની સ્પષ્ટ જાણકારી, પ્રશ્નપત્ર છાપવાનાં સ્થળથી માંડીને પરીક્ષા કેન્દ્રો સુધી પહેંચાડવા અને છાત્રોના હાથમાં સોંપવા સુધી સુરક્ષાનાં શું માપદંડ આપનાવાયા છે, તેની વિગતો આપવી પડશે. સાથોસાથ ભવિષ્યમાં પેપર લીક, નકલ અને સંગઠિત સાઠગાંઠ જેવી ઘટનાઓને મૂળમાંથી ખતમ કરવા સરકાર કેવાં પ્રશાસનિક અને યાંત્રિક પગલાં લે છે તેની વિગતો પણ સુપ્રીમે માગી હતી. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે, કેન્દ્ર સરકારનું સોગંદનામું આવ્યા બાદ વર્તમાન સ્થિતિની ગહન સમીક્ષા કરાશે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, અમે આ મામલાની તપાસ પર આખું વર્ષ નજર રાખશું અને સમય સમય પર પૂછતા રહેશું. 

Panchang

dd