• શનિવાર, 25 જુલાઈ, 2026

પડાણામાં ગળેફાંસો ખાઇ કિશોરીએ જીવન ટૂંકાવ્યું

ગાંધીધામ, તા. 24 : પડાણામાં ખાનગી કંપની સામે રહેનાર ખુશ્બૂકુમારી અવધેશકુમાર ચૌધરી (ઉ.વ. 17)એ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પડાણા નજીક આવેલી કચ્છ કેમિકલ કંપની સામે આ કિશોરી ખુશ્બૂકુમારી રહેતી હતી. ગઇકાલે બપોરે બે વાગ્યાના અરસામાં આ કિશોરી પોતાની રૂમ ઉપર હતી. દરમ્યાન તેણે અગમ્ય કારણોસર પતરાંની છતના પાઇપમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી કિશોરીએ છેલ્લું પગલું કેવા કારણોસર ભર્યું હશે તેની આગળની વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd