ગાંધીધામ, તા. 24 : પૂર્વ કચ્છ જિલ્લાના ચોમાસાંની ઋતુઓ ભારે વરસાદની
સંભાવનાને ધ્યાનમાં રાખીને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા લોકોની સુરક્ષા અને મદદ માટે એક
મહત્ત્વપૂર્ણ સત્તાવાર અપીલ જાહેર કરવામાં આવી છે. વરસાદી આપત્તિ કે કોઇ અણધારી ઇમર્જન્સી
સ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક સહાય મળી રહે તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા વિવિધ કંટ્રોલ
રૂમ અને ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે. લોકોને આવી
પરિસ્થિતિમાં જરૂર પડે તો કંટ્રોલ રૂમ મો.નં. 90990 51100 તથા 63596 26845 અને ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર નંબર (02832) 252347,
(02836) 250270 તેમજ
112 ઉપર સંપર્ક કરવા પોલીસવડા સાગર બાગમારે લોકોને
અપીલ કરી છે. લોકો અફવાઓથી દૂર રહેવા અને કોઇ પણ મુશ્કેલીના સમયે ત્વરીત આપેલા હેલ્પલાઇન
નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.