• ગુરુવાર, 18 જૂન, 2026

ભોજાયમાં પડદારોગ શિબિરમાં 65 દર્દીની તપાસ, ત્રણ શસ્ત્રક્રિયા

ભોજાય (તા. માંડવી), તા. 17 : ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા આયોજિત આંખના પડદા રોગ માટેની શિબિરમાં 65 દર્દીએ લાભ લીધો હતો. 12 દર્દીને ઇન્જેક્શન અપાયા હતા તેમજ ત્રણ સર્જરી કરાઇ હતી. ટ્રસ્ટ દ્વારા પ્રતિમાસ યોજાતી આંખના પડદા રોગ શિબિર ડો. ભાણજી ઉમરશી ગડા રેટિના સેન્ટરના ઉપક્રમે યોજાઇ હતી જેમાં આંખના પડદામાં કાણું, પડદાનું ખસી જવું, નસમાં સોજો, આંખમાં રક્તસ્રાવ જેવા દર્દથી પીડાતા 65 દર્દીની વડોદરાના ડો. વિશાલ દેઢિયા દ્વારા તપાસ કરાઇ હતી જે પૈકી 12 દર્દીને આંખની નસમાં આઇ.વી.ટી. ઇન્જેક્શન અપાયા હતા. ડો. દેઢિયા દ્વારા ત્રણ દર્દીની પડદા માટેની સફળ શત્રક્રિયા કરાઇ હતી. રતનવીર આંખની હોસ્પિટલના સ્ટાફ દ્વારા ઓપરેશન થિયેટર અને વોર્ડની વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. દાતા અંતરા જ્વેલર્સ રહ્યા હતા. 

Panchang

dd