ગાંધીધામ, તા. 13 : અંજાર તાલુકાના સાપેડા પાસે આવેલી એસ.આર.કે ઈન્સ્ટીટયૂટના
એમ.બી.એ ના બે વિદ્યાર્થીએ ન્યુરોમાર્કેટીંગ ક્ષેત્રે અનોખુ સંશોધન કરવામાં આવ્યુ છે. કેલેજના વિદ્યાર્થી અજય માલી અને મિતેશ બિસ્વાલ
ધ્વારા પસંદગીની જાહેરાતો મગજ -કમ્પ્યુટર
ઈન્ટરફેસિંગ (આઈ ટેકીંગ) સાથે ગ્રાહક પ્રતિક્રિયાઓથી
ન્યુરોમાર્કેટીંગને સમજવા માટે અભ્યાસ કરાયો
હતો. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ જાહેરાતોમાં ગ્રાહકો કયા દશ્યો ઉપર વધુ ધ્યાન આપે છે.કયા
રંગો વધુ અસર કરે છે.પ્રોડકટ પ્લેસમેન્ટ કેવી રીતે ખરીદીની ઈચ્છા વધારે સહિતના મુદે ધ્યાનમાં
લેવાયા હતા. એસ.આર.કે ઈન્સ્ટિટયૂટ ધ્વારા સતત
નવીનતા,પ્રેકટીકલ અભ્યાસ,ઈન્ડસ્ટ્રીઝ
સંલગ્ન શિક્ષણને પ્રોત્સાહન આપે છે.
કોલેજના આચાર્ય અને આ અભ્યાસના માર્ગદર્શક
ડો.નિર્દેશ બુચે જણાવ્યુ હતુ કે આજના ડિજિટલ યુગમાં ગ્રાહકના અવચેતન મનને સમજવું એ
ભવિષ્યના માર્કેટીંગ માટે અત્યંત મહત્વપૂર્ણ બનશે. આ સંશોધન દરમ્યાન વિવિધ જાહેરાતોના
આઈ ટ્રેકીંગ અને ન્યુરોમાર્કેટીંગ આધારીત વિશ્લેષણમાં જાણવા મળ્યુ કે ગ્રાહકો સૌથી
વધુ ધ્યાન માનવ ચહેરા,ભાવનાત્મક દશ્યો,પ્રોડકટના કલોઝ અપ અને તેજસ્વી રંગો તરફ આપે
છે. ખાસ કરીને જાહેરાતના પ્રથમ ચાર થી પાંચ સેકન્ડ ગ્રાહકનુ ધ્યાન ખેંચવા માટે
સૌથ મહત્વપૂર્ણ હોવાનુ સપાટી ઉપર આવ્યુ હતું. આ ઉપરાંત અભ્યાસમાં વધુમાં જાણવા મળ્યુ
હતુ કે ગરમ રંગો જેમ કે લાલ,પીળો,નારંગી ગ્રાહકોમાં
વધુ ઉત્સાહ,ભાવનાત્મક જોડાણ અને ખરીદીની ઈચ્છાને જન્મ આપે છે.જયારે ઝડપી પરીવર્તન અને
હલનચલન ધરાવતી જાહેરાતો ગ્રાહકોનું ધ્યાન લાંબા સમય સુધી જાળવી રાખવામાં વધુ સફળ રહે
છે. આ માટે આધુનિક સોફટવેર અને આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સના ઉપયોગ સાથે સંશોધન કરાયુ
હતું. ન્યુરોમાર્કેટીં માત્ર ભવિષ્ય નથી પરંતુ ગ્રાહકોના અવચેતન મનને સમજવા માટે અત્યંત શકિતશાળી સાધન બની રહયુ છે. આ પ્રોજેકટ આજના
ડિજીટલ અને સ્પર્ધાત્મક યુગમાં માત્ર પરંપરાગત જાહેરાત પુરતી નથી.પંરતુ ગ્રાહકોની ભાવનાઓ,દશ્ય
પ્રતિક્રિયાઓ અને અવચેતન માનસિકતાને સમજતી જાહેરાતોને વધુ અસરકારક સાબિત થાય છે. આ
સંશોધનને મેનજમેન્ટ શિક્ષાણ ક્ષેત્રે અલાયદુ અને અનોખુ માનવામાં આવી રહયુ છે તેવુ એસ.આર.કે ના
કેમ્પસ વડા ડો.સુરભી આહિરે જણાવ્યુ હતું.આ સંશોધન ભવિષ્યમાં માર્કેટીંગ સંશોધન માટે એક નવી પ્રેરણા પુરી પાડશે તેવુ સંસ્થાના
ચેરમેન અરજણભાઈ કાનગડે કહી આનંદની લાગણી વ્યકત
કરી હતી. આ માટે સંસ્થાના કોમ્પ્યુટર સાયન્સ અને મેનેજમેન્ટ ના તમામ અધ્યાપકોએ ચિંતન અને અવલોકનમાં સહકાર આપ્યો હતો.