ભુજ, તા. 12 : ક.વી.ઓ. જૈન મહાજન ભુજ સંચાલિત
મહાજનનું મામેરું યોજના અંતર્ગત 278મા લગ્ન
યોજાયા હતા. ભુજ નિવાસી ભરતભાઈ વાઘેલાની પુત્રી નેન્સી સંગે મોરબી તાલુકાના વાંકાનેર
નિવાસી ભુપતભાઈ સારેસાના પુત્ર પ્રકાશ સંગાથે લગ્ન યોજાયા હતા. સંસ્થાના પ્રમુખ જીગર
તારાચંદભાઈ છેડાએ ઘરે લગ્ન પ્રસંગ પાર પાડવો એ આજના મોંઘવારીના સમયમાં ખર્ચાળ છે. મધ્યમવર્ગીય
અને ગરીબવર્ગીય પરિવારો માટે દિકરીના લગ્નનો પ્રસંગ પાર પાડવો એ આર્થિક અને માનસિક
દ્રષ્ટિએ તનાવભર્યું કામ હોતા મધ્યમવર્ગીય અને ગરીબવર્ગીય પરિવારને મદદરૂપ બનવા માટે
તારાચંદભાઈ છેડા દ્વારા પ્રેરિત અને સંસ્થા દ્વારા સંચાલિત મહાજનનું મામેરું યોજના
અંતગર્ત વરસો જૂની મહાજન પરંપરાને ઉજાગર કરી અનેક સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિ કરાય
છે તેવું જણાવી યોજનામાં સહકાર આપનારા દાતાઓનો
આભાર વ્યક્ત કર્યો હતો. લગ્ન પ્રસંગે લક્ષ્મીબેન જગશી ચાંપશી છેડા હસ્તે હંસાબેન તારાચંદભાઈ
છેડા, શેઠ કમલેશભાઈ સંઘવી, સમપર્ણવાળા, ભાઈચંદભાઈ સ્વરૂપચંદભાઈ વોરા, જ્યોતિબેન ગિરીશભાઈ
છેડા, નેહાબેન ટોપરાણી અને કેતનભાઈ ચોથાણી, લક્ષ્મીબેન જમનાદાસ ઠક્કર હસ્તે કમલેશ જવેલર્સ,
સ્વ. લીલાવંતીબેન મથુરાદાસ પુરોહિત હસ્તે પ્રદિપભાઈ, તુલસીભાઈ જોષી, કસ્તુરબેન વિશ્રામભાઈ
નારાયણજી ચંદે, નિલમબેન ગાંધી, વિમલાબેન આશર, જયાબેન માણેક, રેખાબેન શાહ વિ. દાતાઓ
દ્વારા કન્યાને વિવિધ ભેટ અપર્ણ કરાઈ હતી. ખજાનચી હરેશભાઈ ગોગરી, મહાજનના ટ્રસ્ટી ગિરીશભાઈ
છેડા, ભુજ ક.વી.ઓ. જૈન સંઘના ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ સાવલા, ધીરેનભાઈ પાસડ, મનીષભાઈ નાગડા,
સખીવૃંદના કેતનાબેન નાગડા, મહાજનનું મામેરું સમિતિના સંજયભાઈ મોતા, ગિરીશભાઈ સાવલા,
ડીનલ ધરોડ વિ.એ નવદંપતિને શુભકામનાઓ પાઠવી હતી. સંસ્થાના મેનેજર હરનીશભાઈ મહેતા, હસમુખભાઈ
શેઠિયા અને સંસ્થાના કર્મચારીઓએ વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન અને આભારવિધિ સંસ્થાના
સહમંત્રી હિરેનભાઈ પાસડે કરી હતી. વિધી વિધાન તુષારભાઈ ભટ્ટે કરાવી હતી. ભોજન વ્યવસ્થા
ભરતસિંહ સોનેગરાએ સંભાળી હતી તેવું કાર્યાલય મંત્રી અંકિત ગાલાની યાદીમાં જણાવાયું
હતું.