• બુધવાર, 13 મે, 2026

દહીંસરામાં ટ્રાફિક સમસ્યા રોજિંદી બનતાં નાગરિકો ત્રસ્ત

દહીંસરા (તા. ભુજ), તા. 12 : ભુજ-માંડવી રોડ પર આવેલા દહીંસરા ગામમાંથી ટ્રાફિક સમસ્યા દરરોજનો વિષય બન્યો હોવાથી ગ્રામજનો મુશ્કેલી વેઠી રહ્યા છે. દહીંસરાની મધ્યમાંથી ભુજ-માંડવી અને કેરા-ગઢશીશા બાજુનાં વાહનો પસાર થાય છે. ઓવરલોડ વાહનો દિવસે પસાર થતાં અવર-જવરથી ટ્રાફિકજામ સમસ્યા સર્જાય છે. નાનાં મોટાં વાહનોથી રાત-દિવસ માર્ગ ધમધમે છે. લોકોના જીવ પડીકે બંધાય છે. 16થી 18  પૈડાંવાળાં વાહનો સમસ્યાઓ સર્જે છે. આજે સવારે એક કિ.મી. લાંબી ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. એક કલાક બાદ નિવેડો આવ્યો હતો. ડ્રાઈવરો પરસેવે રેબઝેબ થઈ અકળાઈ ઊઠયા હતા. જીભાજોડીના બનાવો બન્યા હતા. અમુક ડ્રાઈવરો પોતાનાં વાહનો છોડીને ચાલ્યા ગયા હતા. જીવના જોખમવાળી સમસ્યાનો ઉકેલ તંત્ર લાવે તેવી માંગ ઊઠી છે. 

Panchang

dd